News Continuous Bureau | Mumbai
એક ભક્તને દર્શન માટે એક-બે વર્ષ નહીં પણ પૂરા 14 વર્ષના લાંબા ગાળા સુધી રાહ જોવડાવવા બદલ તમિલનાડુની(Tamil Nadu) સલેમ સ્થિત કન્ઝ્યુમર કોર્ટે(Consumer Court) તિરુમલા તિરુપતિ દેવસ્થાનને(Tirumala Tirupati Devasthanam) (TTD) 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કન્ઝ્યુમર કોર્ટે આદેશ આપ્યો છે કે ભક્તને કાંતો વસ્ત્રલંકાર સેવા (Vastralankar service) માટે નવી તારીખ આપવામાં આવે અથવા તો એક વર્ષની અંદર તેને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.
આ પ્રકારનો આ પહેલો એવો કેસ છે, જેમાં TTDની વિરુદ્ધ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હોય. કોવિડ મહામારી દરમિયાન 2020માં 80 દિવસ માટે મંદિર બંધ કરવામાં આવ્યુ હતું. તેથી મંદિરમાં ચાલતી વસ્ત્રાલંકારા સહિત અનેક સેવાઓ રોકી દેવામાં આવી હતી. ત્યારે TTD દ્વારા ભક્ત કેઆર હરિ ભાસ્કરને સત્તાવાર રીતે પત્ર મોકલવામાં આવ્યો હતો કે વીઆઈપી બ્રેક દર્શન(VIP Break Darshan) માટે તેમને કોઈ નવો સ્લોટ જોઈએ છે કે પછી રિફંડ, ત્યારે ભાસ્કરે મંદિર ટ્રસ્ટને(Temple Trust) વસ્ત્રાલંકારા સેવા માટે કોઈ પણ તારીખની બુકિંગ આપવાનું કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો
TTD પ્રશાસન દ્વારા વસ્ત્રાલંકારા સેવાને રીશેડ્યુલ કરવાનું સંભવ નથી, તેથી રિફંડ લઈ લો એવું કહ્યું હતું. ભાસ્કરે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ડીસ્પ્યુટ રીડ્રેસલમાં(District Consumer Dispute redressal ) TTD વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જયાં કન્ઝયુમર કોર્ટે વસ્ત્રાલંકાર સેવા માટે એક વર્ષની અંદર સ્લોટ આપો અથવા 50 લાખનું વળતર આપો એવો આદેશ આપ્યો હતો.