Site icon

ગજબ કહેવાય- એક-બે નહીં પણ ભક્તને આટલા વર્ષો સુધી દર્શન માટે રાહ જોવડાવનારા તિરુપતિ મંદિરને કોર્ટે ફટકાર્યો 50 લાખોનો દંડ

News Continuous Bureau | Mumbai

એક ભક્તને દર્શન માટે એક-બે વર્ષ નહીં પણ પૂરા 14 વર્ષના લાંબા ગાળા સુધી રાહ જોવડાવવા બદલ તમિલનાડુની(Tamil Nadu) સલેમ સ્થિત કન્ઝ્યુમર કોર્ટે(Consumer Court) તિરુમલા તિરુપતિ દેવસ્થાનને(Tirumala Tirupati Devasthanam) (TTD) 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Join Our WhatsApp Community

કન્ઝ્યુમર કોર્ટે આદેશ આપ્યો છે કે ભક્તને કાંતો વસ્ત્રલંકાર સેવા (Vastralankar service) માટે નવી તારીખ આપવામાં આવે અથવા તો એક વર્ષની અંદર તેને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.

આ પ્રકારનો આ પહેલો એવો કેસ છે, જેમાં TTDની વિરુદ્ધ કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હોય. કોવિડ મહામારી દરમિયાન 2020માં 80 દિવસ માટે મંદિર બંધ કરવામાં આવ્યુ હતું. તેથી મંદિરમાં ચાલતી વસ્ત્રાલંકારા સહિત અનેક સેવાઓ રોકી દેવામાં આવી હતી. ત્યારે TTD દ્વારા ભક્ત કેઆર હરિ ભાસ્કરને સત્તાવાર રીતે પત્ર મોકલવામાં આવ્યો હતો કે વીઆઈપી બ્રેક દર્શન(VIP Break Darshan) માટે તેમને કોઈ નવો સ્લોટ જોઈએ છે કે પછી રિફંડ, ત્યારે ભાસ્કરે મંદિર ટ્રસ્ટને(Temple Trust)  વસ્ત્રાલંકારા સેવા માટે કોઈ પણ તારીખની બુકિંગ આપવાનું કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો

TTD પ્રશાસન દ્વારા વસ્ત્રાલંકારા સેવાને રીશેડ્યુલ કરવાનું સંભવ નથી, તેથી રિફંડ લઈ લો એવું કહ્યું હતું. ભાસ્કરે ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ડીસ્પ્યુટ રીડ્રેસલમાં(District Consumer Dispute redressal ) TTD વિરુદ્ધ ફરિયાદ  નોંધાવી હતી.  જયાં કન્ઝયુમર કોર્ટે વસ્ત્રાલંકાર સેવા માટે એક વર્ષની અંદર સ્લોટ આપો અથવા 50 લાખનું વળતર આપો એવો આદેશ આપ્યો હતો.

 

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version