તુષાર ગાંધીનો ચોંકાવનારો દાવો- કહ્યું ગાંધી હત્યા રીઈન્વેસ્ટિગેટ કરો- ઘણા તથ્યો સામે આવશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનને(Pakistan) 55 કરોડ રૂપિયા આપ્યા તેથી મહાત્મા ગાંધીની હત્યા(Murder of Mahatma Gandhi) થઈ એવી ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે ત્યારે આ હત્યા પ્રકરણના(murder chapter) દસ્તાવેજો ફરી તપાસવામાં આવે તો નવા તથ્યો સામે આવશે એવો ચોંકાવનારી દાવો મહાત્મા ગાંધીના પ્રપૌત્ર(Great grandson) તુષાર ગાંધીએ(Tushar Gandhi) કર્યો છે.

કોલ્હાપુરમાં(Kolhapur) યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તુષાર ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા ભલે નથુરામ ગોડસેએ(Nathuram Godse) કરી હતી. પરંતુ તેની પાછળ કોઈ ભેદી હાથ હોવો જોઈએ. તે માટે કોર્ટના દસ્તાવેજોનો નવેસરથી અભ્યાસ થવો જોઈએ. ગાંધીજીની હત્યા બાદ પણ સમાજના જયેષ્ઠ અભ્યાસુ, વિચારકોની હત્યા કરવાનો સિલસિલો ચાલુ જ છે.

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

જાણીતા લેખક અશોક પંડિતે(Ashok Pandit)પણ આ દરમિયાન કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા જો એક ક્ષણમાં થઈ હોત તો તેની પાછળ ખૂબ મોટું ષડયંત્ર હતું. પોલીસ તપાસમાં પણ અનેક ત્રુટી હોવાનું કપૂર કમિશનના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment