ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની સાથે સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં નદિયા વિસ્તારમાં એક જ શાળાના ૨૯ બાળકો પોઝિટિવ આવતાની સાથે હાહાકાર મચ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ધો. ૯ અને ૧૦ના ૨૯ બાળકો સંક્રમિત થયા છે. આ ઘટના બાદ શાળા સહિતના વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.
એક અધિકારીના જણાવ્યાનુસાર નદિયા જિલ્લાના એક કેન્દ્રીય વિદ્યાલયમાં ઓછામાં ઓછા ૨૯ બાળકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. વિદ્યાલયના ધો. ૯ અને ૧૦ના ૨૯ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. હવે શાળાના તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ સંક્રમિત વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોને ઘરે લઈ જવા કહેવાયું છે.
બાળકોના વેક્સિનેશન માટે BMCએ તૈયાર કરી બ્લુ પ્રિન્ટ, આટલા સેન્ટર પર મળશે વૅક્સિન. જાણો વિગત
ઉલ્લેખનીય છે કે કોરોનાની સાથે પ.બંગાળમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. અહીં વિદેશથી આવેલા ૨ વ્યક્તિને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે સંક્રમિતમાંથી એક વ્યક્તિ નાઈજિરિયાથી આવ્યો છે અને અન્ય વ્યક્તિ બ્રિટનથી આવ્યો હતો. ભારતમાં કુલ ૧૭ રાજ્યોમાં ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. દેશમાં ઓમિક્રોનના ૨૩૮ કેસ આવ્યા છે. જેના કારણે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ચૂકી છે.