Site icon

નડિયાદની ૨૨ વર્ષિય દિકરીએ કિલીમાન્જારો શિખર સર કર્યું

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

નડિયાદના કંસારા બજારમાં દુધનો વ્યવસાય કરતા પ્રવિણભાઇ યાદવની ૨૨ વર્ષીય દિકરી ભૂમિએ અત્યાર સુધી હજ્જારો ફૂટ ઉંચા ૬ પર્વત ખૂંદી વળી છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણીએ હૈદરાબાદ સ્થિત ટ્રાન્સ એન્ડ એડવેન્ટર કંપનીમાંથી માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો હતો.ર્ કોર્સ દરમિયાન તેણીનું પરફોર્મન્સ જાેતા ઉત્તરાખંડ, હિમાચલની પર્વતા રોહણ અભિયાનમાં તેનું સિલેક્શન થયું હતું. જેમાં સફળતા મળ્યા બાદ તેનું આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલ કિલીમાન્જારો પર્વત પર ચઢાણ માટે સિલેક્શન થયું હતુ. ગત તા.૨૪ નવેમ્બરના રોજ તેણી અને તેના બે સાથીદારોએ ચઢાણ શરૂ કર્યું હતું. સુસવાટા ભર્યા પવન, માઇનસ ૧૫ ડિગ્રીનું વાતાવરણ વચ્ચે ૫ દિવસમાં તેમની ટીમે ૧૯,૩૪૧ ફુટનું ચઢાણ પુરૂ કર્યું હતું. સૌથી ઊંચા શિખર પર પહોંચ્યા બાદ તેણી એ ભારત દેશનો ઝંડો ફરકાવી વિદેશી પર્વત પર ભારત દેશનું નામ રોશન કર્યું હતુંનડિયાદના કંસારા બજારમાં રહેતી ભૂમિ યાદવે ૨૨ વર્ષની ઉંમરે આફ્રિકાના તાન્ઝાનિયા ખાતે આવેલ ૧૯,૩૪૧ ફૂટ ઉંચા કિલીમાન્જારો પર્વતના શિખર સુધી ચઢાઇ કરી નડિયાદ અને દેશનું નામ રોશન કર્યું છે. આઇ.ટી.નો અભ્યાસ કરનાર ભૂમિને પર્વતારોહણનો શોખ હોય તેણે માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો હતો, જેણે તેનું જીવન બદલી નાખ્યું. આ અગાઉ તેણી દેશમાં ૫ જુદા જુદા પર્વતો ખૂંદી આવી છે. પર્વતારોહક ની સાથે સાથે ભૂમિ એક સારી સ્પોર્ટ્‌સમેન પણ છે, તેણી વિધાનગર સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ યુનિ. તરફથી કબ્બડીમાં પણ ભાગ લઇ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કરી છે.

ગુજરાત ના જામનગરમાં જ્યાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાં વધુ કેસ આવી શકે છે. આ છે કારણ….

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version