ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020
હાથરસની પીડિતાના મોત બાદ નવા નવા ખુલાસાઓ થઈ રહયાં છે. ઉત્તર પ્રદેશ પોલીસ તપાસમાં જણાયું કે પીડિત પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ગયાં વર્ષે ઓક્ટોબર થી ફોન મારફતે એકબીજાનાં સંપર્કમાં હતા. પીડિત પરિવાર અને સંદીપ વચ્ચે ગયા વર્ષથી લઈને આ સપ્ટેમ્બર સુધીમાં 104 વખત ફોન પર વાતચીત થઈ હોવાનું કૉલ ડિટેઈલ પરથી જાણવાં મળ્યું છે. મોટા ભાગે આ ફોન નજીકના ગામની સીમ પાસેથી થયાં છે. જે પીડિતાના ગામથી લગભગ 2 કિમીની દૂરી પર છે.
જેમાંથી 62 કૉલ પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા છે જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા હતા. યૂપી પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે પીડિત પરિવાર અને આરોપી સંદીપના વચ્ચે નિયમિત અંતરે વાતચીત થતી હતી. આરોપી સંદીપને કૉલ પીડિતાના ભાઈ તરફથી કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ પણ અંતિમ દૌરમાં છે. SIT પોતાનો રિપોર્ટ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાનીમાં ડીઆઈજી ચંદ્ર પ્રકાશ અને એસપી પૂનમે કેસની તપાસ કરી છે. જણાવી દઈએ કે SITએ ગયા સપ્તાહે તપાસ શરૂ કરી હતી અને સાત દિવસમાં રિપોર્ટ સોંપવાની વાત કહી હતી. એસઆઈટીની ટીમ ચંદપાના ગામે પણ પહોંચી હતી, જ્યાંની પીડિતા રહેવાસી હતી. એસઆઈટીએ પીડિતાના તમામ પરિવારજનોનું નિવેદન પણ નોંધ્યા છે.
