308
Join Our WhatsApp Community
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવાની ગંભીર બેદરકારી અંગે, ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ કેસ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં બજરંગ દળના નેતાએ ફરીયાદ નોંધાવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી સામે આઈપીસીની કલમ 505 (2) અને આઇટી એક્ટની કલમ 74 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ટ્વિટરે તેની વેબસાઇટ ઉપર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે વર્ણાવતો નકશો પ્રદર્શિત કર્યા બાદ સર્જાયેલા વિવાદને પગલે, વેબસાઈટ પરથી નકશો પાછો ખેંચી લીધો હતો.
ભારતમાં કોરોનાના વળતા પાણી, છેલ્લા 24 કલાકમાં 40 હજારથી ઓછા કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા
You Might Be Interested In