Site icon

વિદેશી મૂળનું ઉરાંગ ઉટાંગ ગેરકાયદે ઘરમાં કેદ રાખનાર બે શકમંદ મુંબઈથી પકડાયા… વધુ માહિતી હોય તો ‘પીટા’ ને જાણ કરો.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

28 ઓગસ્ટ 2020

મુંબઈમાં ઉરાંગ ઉટાંગ ના બચ્ચા ને શોધવામાં મદદ કરનારને એક લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત, વન્યજીવો માટે કામ કરતી સામાજિક સંસ્થા 'પિટા' દ્વારા કરવામાં આવી હતી. આની જાણ થતાં જ મહારાષ્ટ્ર વનવિભાગ અને મુંબઈ પોલીસે મદનપુરા વિસ્તારમાંથી બે શકમંદોની ધરપકડ કરી છે.  સાથે જ વધુ પૂછપરછ આદરી છે. 

વિદેશી મૂળના ઉરાંગ ઉટાંગનો મુંબઈમાં ગેરકાયદેસર વેપાર કરનારની માહિતી સોશિયલ મીડિયા દ્વારા પીટાને મળી હતી. ત્યારબાદ પિટા અને પોલીસ હરકતમાં આવી હતી. એક શકમંદના ઘરે તો પાંજરામાં ગેરકાયદેસર રાખેલા બે પોપટ ને પણ મુક્ત કરાવવામાં આ લોકોને સફળતા મળી છે. બંને શકમંદ સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે .

આ ઘટના અંગે પીટાના વેટનરી ડોક્ટરે કહ્યું કે ઉરાંગ ઉટાંગના નાના બચ્ચાને અન્ય  ઉરાંગ ઉટાંગ સાથે જલદી જ મિલન કરાવવામાં આવશે, જેથી તે એકલું ન પડી જાય. આ સાથે જ તેમણે વધુ કોઈ માહિતી મળે તો  પીટા ના મોબાઈલ નંબર 982012602 પર સંપર્ક સાધવા જણાવ્યું છે. 

ઉરાંગ ઉટાંગ મૂળ ઇન્ડોનેશિયા અને મલેશિયાની પ્રજાતિ છે. ભારતમાં આયાત કરવાની મંજૂરી વિના ગેરકાયદેસર આની ઘૂષણખોરી કરાવનાર લોકોની, પોલીસ અને વન વિભાગ તપાસ કરી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Ajit Pawar Death: અજીત પવારના છેલ્લા શબ્દો: “મને હવે આ બધાનો કંટાળો આવ્યો છે, હવે બસ થયું”; નિધનના 5 દિવસ પહેલા કેમ ભાવુક થયા હતા દાદા?
Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Exit mobile version