ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 જુલાઈ 2020
રાજસ્થાન માં મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારને પછાડવાના પ્રયાસ કરવાના કેસમાં એસ.ઓ.જી.એ ભાજપના બે નેતાઓની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી છે. એક અહેવાલમાં જણાવાયું છે કે, બેવરના ભાજપના બે નેતાઓના નામ રાજ્યમાં હૉર્સ ટ્રેડિંગ કરવાના મામલે બહાર આવ્યા છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ઉદયપુરથી તેમની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક કોલ રેકોર્ડિંગમાં ખુલાસો થયો છે કે ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટસ્ફોટ પછી, એસઓજીએ આરોપી નેતાને કસ્ટડીમાં લીધાં બાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ જયપુરમાં કરવામાં આવી રહી છે. આ આરોપી નેતાએ રાજ્ય ભાજપમાં અનેક પદ સંભાળ્યા છે.
મહત્વનું છે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે રાજ્યમાં સરકારને હટાવવાના પ્રયાસ કરવા બદલ કેસ દાખલ કર્યો છે. અને એફઆઈઆર મુજબ, "સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને કેટલાક ફોન નંબરની રેકોર્ડિંગ દરમિયાન જાણ થઈ હતી કે અશોક ગેહલોત સરકારને પછાડવાની કાવતરું રચવામાં આવી રહયું છે. આ વાત પણ ફેલાવવામાં આવી રહી છે કે રાજ્યમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક દળો, અપક્ષ અને કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને આ સરકારને તોડવા માંગે છે એવો આરોપ ભાજપ પર લાગ્યો છે. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભાજપના નેતાઓ ધારાસભ્યોને પૈસાની લાલચ આપીને તેમને ફોડવાના પ્રયાસ કરી રહ્યા હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com