ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
આસામના સોનીતપુર જિલ્લામાં ગુરુવારે સેનાએ ફ્લેગ માર્ચ કાઢી હતી. વાસ્તવમાં અહીં રામ મંદિરના નિર્માણ માટે થનારા ભૂમિપૂજન પ્રસંગે એક દળના કાર્યકરો, બાઇક રેલી કાઢીને સૂત્રોચ્ચાર કરતાં કરતાં ભોરા સિંગોરી મંદિર તરફ જઈ રહ્યા હતા. આ વેળા તેઓને રસ્તામાં કેટલાક લોકો એ 'કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને સમૂહમાં ફરવાની ના પાડી કેટલાક સવાલ કર્યા પછી ઝઘડો થયો હતો. આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો અને કેટલાક તોફાની લોકોએ બાઇકને આગ પણ લગાડી હતી. બંને પક્ષે આશરે દસ લોકો ઘાયલ થયા હતાં..
ઘટના બાદ તરત જ ઘટના સ્થળે પહોંચેલા સોનીતપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનરના વાહનને પણ નુકસાન થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો અને બાદ હવામાં ફાયરિંગ કર્યું હતું. બાઇક અને વાહન વ્યવહારમાં આગની ઘટનાને પગલે આ વિસ્તારમાં વધારાનું સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યું હતું. જિલ્લા નાયબ કમિશનરે જણાવ્યું હતું કે આ રેલી માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી..
બે સમુદાય વચ્ચે ની વાત તણાવ માં પરિણમી જતા, જિલ્લા પ્રશાસનની વિનંતી પર સૈન્ય સૈનિકોએ ફ્લેગ માર્ચ કાઢી હતી. એક નિવેદનમાં પોલીસે કહ્યું, "અમે પહેલાથી જ પૂછપરછ માટે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમણે કહ્યું, 'ગઈ રાતથી કોઇપણ પ્રકારની અન્ય ઘટના નોંધાઇ નથી. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com