Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુના કિશ્તવાડમાંથી આટલા આતંકીની ધરપકડ કરાઈ, હિઝબુલને સેનાના સ્થળની આપી રહ્યા હતા માહિતી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

જમ્મુના કિશ્તવાડ જિલ્લાના છાત્રુ પેટા વિભાગમાંથી હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. 

સુરક્ષા દળોને આતંકવાદીઓ પાસેથી 1 પિસ્તલ, પિસ્તલની 1 મેગઝીન, પિસ્તલના 20 રાઉન્ડ, 1 ગ્રેનેડ, વાયરલેસ સેટ અને હિઝબુલના લેટર હેડ મળ્યા છે. 

બંને આતંકી કાશ્મીર ખીણના અનંતનાગમાં સક્રિય હિજબુલના આતંકીઓના સંપર્કમાં હતા. કિશ્તવાડ જિલ્લામાં સેનાના ઠેકાણાની જાણકારી હિજબુલ સુધી પહોંચાડી રહ્યા હતા. 

પકડાયેલા આતંકવાદીઓની ઓળખ અશફાક કોમ તક નિવાસી પાસરકોટ અને તૌસીફ ગિરી નિવાસી અસ્કલ તરીકે થઈ છે. 

ઉલ્લેખનીય છે કે અનંતનાગમાં કાર્યરત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે તેના સંબંધો અંગે 24 ઓગસ્ટના રોજ છાત્રુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

ટાટા મોટર્સ ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનાર આટલા ભારતીય ખેલાડીઓને ભેટમાં આપી તેની આ કાર; જાણો વિગતે 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version