ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022
બુધવાર.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે
પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસે મંગળવારે અનંતનાગમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
આ સાથે પોલીસે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓ સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે.
આતંકવાદીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા અનંતનાગમાં સુરક્ષા દળો પર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેના પગલે વિવિધ સ્થળોએ અનેક ચેક પોસ્ટ બનાવવામાં આવી હતી.
