Site icon

ગિરનારના બે સાવજ નુરો અને ગોબરોની જોડી તૂટી, એક નર પહોંચ્યો ગીરમાં

ફિલ્મી સ્ટોરી જેવી જ એક એવી સ્ટોરી ગિરનારના જંગલમાં બની છે વાત છે અહીં બે સાવજોની ગિરનારના ઉત્તર રેન્જમાં એક સાથે જન્મેલા એક જ માતાના બે સિંહ પાંચથી સાત વર્ષની ઉંમરના થઈ ગયા છે નુરો અને ગોબરો નામે સમગ્ર પંથકમાં પ્રચલિત આ સાવજોની જોડી તૂટી ગયેલ છે કારણ કે બંનેમાંથી એક નર છેલ્લા એક વર્ષથી ગિરનાર છોડીને ગીરના જંગલ તરફ જતો રહેતા હાલ એક નરસિંહ તેના વિસ્તાર રામનાથ ડુંગરપુર ખોડિયાર અને બોરદેવી વિસ્તારમાં શાસન કરી રહ્યો છે

Madhya pradesh: The country's tiger reserves are targeted by poachers; a major threat to Tadoba, Pench

Madhya pradesh: The country's tiger reserves are targeted by poachers; a major threat to Tadoba, Pench

  News Continuous Bureau | Mumbai

નુરો અને ગોબરો સિંહ નામે પ્રખ્યાત બનેલા બંને સાવજોનો જન્મ ગિરનારના ઉત્તર રેન્જમાં થયેલો પરંતુ બંનેની ટેરેટરી દક્ષિણમાં બની હતી. બંને સિંહ બાળ જાતે શિકાર કરવા શીખી ગયા બાદ માતાએ બંનેને તરછોડી દીધા હતા. ત્યારથી બંને નર ભાઈઓ નુરો અને ગોબરોએ અહીંના રામનાથ ડુંગરપુર ખોડિયાર અને બોરદેવી વિસ્તારમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું. બંને સાથે જ રહેતા અને શિકાર પણ સાથે જ કરતા હતા. 

Join Our WhatsApp Community

અહીંના ભવનાથ રેવન્યુ વિસ્તાર પંચેશ્વર વિસ્તાર દુબળી વિસ્તાર અને ડેમની પાછળના ભાગે મોટેભાગે મારણ કરતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી નુરો અને ગોબરો બંનેમાંથી એક નરસિંહ બીલખા મેંદરડા કેનેડીપુર જામકા થઈને ગિરનાર જંગલમાં પહોંચી ગયો છે. જેના પરિણામે હાલ નુરો અને ગોબરાની જોડી તૂટી ગઈ છે. કહેવાય છે કે અહીંથી ગીરમાં જતો રહેતો નર જો પરત ગિરનારમાં આવશે ત્યારે ફરી બંને ભાઈઓનું શાસન જામશે હાલ અહીં રમકડા નામના બે નર સિંહનું શાસન ચાલી રહ્યું છે. પરંતુ રમકડા નામના બંને સિંહની ઉંમર હાલ નવેક વર્ષ થવા આવી છે. ત્યારે ગીરમાં ગયેલો સિંહ પરત આવશે ત્યારે ગિરનાર જંગલનો ઉત્તરાધિકાર તરીકે ફરી શાસન કરવા બંને નર ભાઈ સિંહ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : El-Nino: અલ-નીનોની અસર.. પ્રશાંત મહાસાગરનું તાપમાન વધ્યું, ચેતવણી જારી, ભારત પર મંડરાઈ રહ્યો છે ખતરો..

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version