News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રવક્તા સંદિપ દેશપાંડે(Sandeep Deshpande) અને સંતોષ ધુરીની(Santosh Dhuri) મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટમાં આજે ન્યાયાધીશ(Justice) હાજર રહી શક્યા નહોતા, તેથી બંને નેતાઓની ધરપકડ પૂર્વ જામીન અરજી પર આજે સુનાવણી પૂર્ણ થઈ શકી નથી. હવે સુનાવણી 17 મેના રોજ રાખવામાં આવી છે. તેથી હાલ સંદિપ દેશપાંડે અને સંતોષ ધુરીની પોલીસ ગમે ત્યારે ધરપકડ કરે તેવી શક્યતા છે.
મસ્જિદ(Mosque) પરના ભુંગળાને(Loudspeaker) લઈને MNS પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) આક્રમક વલણ અપનાવ્યું હતું અને પાર્ટી કાર્યકર્તાઓને મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવાનો આદેશ આપ્યો હતો. રાજ ઠાકરેએ સરકારને મસ્જિદ પરના ભૂંગળા હટવવા આપેલી મુદત પૂરી થતાં MNS કાર્યકર્તાઓએ 4 મેના રોજ રાજ્યભરમાં આંદોલન(protest) કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : કોરોનાની ચોથી લહેરને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.
આંદોલન દરમિયાન દાદરના શિવાજી પાર્ક(Shivaji park) વિસ્તારમાંથી પોલીસે સંદિપ દેશપાંડે અને સંતોષ ધુરીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બંને તેમના ખાનગી વાહનોમાં ભાગી છૂટ્યા હોવાના અહેવાલ છે. આ લોકોની કારની અડફેટમાં એક મહિલા પોલીસ પણ આવી હતી. પોલીસે આ પ્રકરણમાં દેશપાંડે અને ધુરી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
દરમિયાન મુંબઈ પોલીસની(Mumbai police) એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ રહેલા MNS નેતાઓને શોધી રહી છે. ધરપકડથી બચવા સંદીપ દેશપાંડે અને સંતોષ ધુરી કોર્ટમાં ગયા હતા.જો કે તેમની જામીન અરજી પર આજે સુનાવણી થઈ શકી ન હતી. હવે 17 મેના રોજ સુનાવણી દરમિયાન કોર્ટ શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. જોકે આ દરમિયાન બંને લોકોની ધરપકડ થવાની શક્યતા છે.
