272
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુન 2020
પાછલાં એક મહિનાથી રોજે રોજ કશે ને કશે હાથી કે વાઘના અગમ્ય કારણોસર મોત થવાનાં સમાચારો આવી રહયાં ચબે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે..
છત્તીસગઢમાં છેલ્લા 15 જ દિવસમાં સૂરજપુર અને બલરામપુરમાં ત્રણ હાથીઓના મોત નીપજ્યાં છે. તે જ સમયે ધામતરીના માદામાસિલિના જંગલમાં મદનીયાના મોતનો મામલો સામે આવ્યો છે. મોતની પુષ્ટી કરતાં વનવિભાગ ના ડીએફઓએ જણાવ્યું હતું કે "21 હાથીઓનું એક ઝુંડ કેરેગાંવ ફોરેસ્ટ ઝોન હેઠળના યુરાપટ્ટી ગામ નજીક જંગલમાં ભટક્યું હતું અને છેક ગારીબંદ જિલ્લાથી ધામતારી પહોંચ્યું ગયું હતું. આ જ જૂથનો બળ હાથી કાદવમાં ફસાઇ જવાથી મરી ગયો છે. હાલ વન વિભાગની ટીમ સ્થળ પર હાજર રહી અન્ય હાથીઓને રેસ્ક્યુ કરી રહયા છે જેથી બીજા હાથીઓને બચાવી શકાય….
You Might Be Interested In