ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
જમ્મુ -કાશ્મીર ના ઉધમપુર જિલ્લાના શિવગઢ ધારથી હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે.
જમ્મુના ઉધમપુર જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. ચોપરમાં બે લોકો સવાર હતા.
દુર્ઘટનાનું કારણ આ વિસ્તારમાં ભારે વરસાદ અને ધુમ્મસ હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટનામાં બે પાયલોટ મૃત્યુ પામ્યા છે. તેમની ઓળખ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત તરીકે થઈ છે.
જોકે હજુ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે કે પછી પાયલટે હેલિકોપ્ટરની ક્રેશ લેન્ડિંગ કરાવી છે.
