ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
07 ઓગસ્ટ 2020
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકની અંદર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ચાર નેતાઓએ રાજીનામું આપી દીધું છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપના સરપંચો અને નેતાઓની જે રીતે હત્યા થઇ રહી છે એ જોતાં 4 નેતાઓએ ભાજપમાંથી રાજીનામાં આપ્યાં હોવાનું કહેવાય છે.
ગઇકાલે ભાજપના વધુ એક સરપંચે કુલગામના દેવસારથી રાજીનામું આપ્યું છે. આ અગાઉ ભાજપના 3 નેતાઓ સબઝાર અહેમદ પાદર, નિસાર અહેમદ વાની અને આશિક હુસેન પાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
સબઝાર અહેમદ પાદર, નિસાર અહેમદ વાની અને આશિક હુસેન પાલાએ અંગત કારણોસર ભાજપ છોડવાનું કહ્યું હતું અને જણાવ્યું હતું કે આજ પછી તેઓનો ભાજપ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈક કારણસર તેમની લાગણી દુભાય છે, તો તેઓ આ માટે માફી માંગે છે.
ભાજપના નેતાઓના રાજીનામા પાછળનું કારણ કુલગામમાં સરપંચ પરના ખૂની હુમલો કારણ માનવામાં આવી રહ્યું છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ના સરપંચ સજાદ અહમદ ઉપર કુલગામ જિલ્લાના કાજીગુંડ બ્લોકના વેસુ ગામમાં હુમલો થયો હતો. ભાજપના સરપંચને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ભાજપના સરપંચ સજાદ અહમદની હત્યાના થોડા કલાકો પૂર્વે ભાજપના જ આરીફ અહેમદ ઉપર કાઝીગુંડ અખારણમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આરીફ અહેમદ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. સરપંચો ઉપર હુમલો થતાં ભાજપના નેતાઓમાં ભયનું વાતાવરણ છે….
જોકે, રાજીનામું આપનારા નેતાઓનું કહેવું છે કે તેમની વ્યસ્તતાને કારણે તેઓ ભાજપની પ્રવૃત્તિઓ ચલાવવા માટે સમય કાઢવામાં અસમર્થ છે, તેથી તેઓએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
