Site icon

Vadodara: બે કાંઠે વહેતી મહિ નદીના ધસમસતા પાણીમાં બે મહિલાઓએ મોતની છલાંગ લગાવી, એકને માછીમારોએ બચાવી, અન્ય એક લાપતા

Vadodara: વડોદરા પાસેથી પસાર થતી મહિસાગર નદીના ફાજલપુર બ્રિજ પરથી બે મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. આ બનાવની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાઓની શોધખોળ આદરી હતી. જો કે, એક મહિલાને 9 કિમી દૂર સ્થાનિક માછીમારોએ બચાવી લીધી હતી. જ્યારે અન્ય મહિલાની હાલ પણ શોધખોળ ચાલી રહી છે.

Vadodara: Two women jump to their death in raging Mahi river, one rescued by fishermen, other missing

Vadodara: Two women jump to their death in raging Mahi river, one rescued by fishermen, other missing

News Continuous Bureau | Mumbai

Vadodara: વડોદરા પાસેથી પસાર થતી મહિસાગર નદીના ( Mahisagar river ) ફાજલપુર બ્રિજ ( Fajalpur Bridge ) પરથી બે મહિલાએ ( woman ) મોતની છલાંગ લગાવી હતી. આ બનાવની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ( Vadodara Fire Brigade ) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાઓની શોધખોળ આદરી હતી. જો કે, એક મહિલાને 9 કિમી દૂર સ્થાનિક માછીમારોએ ( fishermen ) બચાવી લીધી હતી. જ્યારે અન્ય મહિલાની હાલ પણ શોધખોળ ચાલી રહી છે.

Join Our WhatsApp Community

યુવકે મહિલાઓને જોઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરી

મીડિયા અહેવાલ અનુસાર, બુધવારે સવારે વડોદરા નજીક મહિસાગર નદી પરના ફાજલપુર બ્રિજ પરથી એક પછી એક બે મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. ત્યાંથી પસાર થતા એક યુવકે મહિલાઓને જોઈ જતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી મહિલાઓની શોધખોળ શરૂ કરી હતી. હાલ બે કાંઠે વહી રહેલી મહિ નદીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે ફાયર વિભાગના જવાનોએ મહિલાઓને શોધી કાઢવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ  સમાચાર પણ વાંચો : India V/s Pakistan ODI World Cup 2023: ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપની મેચ આ સ્ટેડિયમમાં રમાશે! ટૂંક સમયમાં થશે જાહેરાત

9 કિમી દૂર માછીમારોએ એક મહિલાને બચાવી

દરમિયાન 9 કિમી દૂર માછીમારો દ્વારા બે પૈકી એક મહિલાને બચાવી લેવામાં આવી હતી. જ્યારે અન્ય એક મહિલાનું હાલ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઘટનાને પગલે ગામનો લોકો ફાજલગામ બ્રિજ પર એકત્ર થઈ ગયા હતા. સાથે જ પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે ફાયરના જવાનોને મહિલાની શોધ કરવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. 

 

Pregnant Job scam: નકલી લાલચમાં ફસાયોકોન્ટ્રાક્ટર: પુણેમાં ‘પ્રેગ્નન્ટ જોબ’ના કૌભાંડથી ૧૧ લાખની છેતરપિંડી.
Bachchu Kadu Movement: બચ્ચુ કડુના ખેડૂત આંદોલનમાં આજે મનોજ જરાંગે પાટીલ થશે સામેલ, નાગપુરમાં ખેડૂતોનો પડાવ, આ છે માંગ
Cyclone Mantha: મહારાષ્ટ્રમાં હવામાનનો ખતરો યથાવત્: ચક્રવાતની અસર વધુ કેટલાક સમય રહેશે, કોંકણ કિનારાને ‘હાઇ એલર્ટ’ જાહેર.
Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Exit mobile version