News Continuous Bureau | Mumbai
પોતાની સમસ્યાઓથી પરેશાન લોકો ક્યારેક અનોખી રીતે વિરોધ કરે છે અને અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આવો જ એક કિસ્સો ઉદયપુરમાં પણ સામે આવ્યો છે. જ્યાં હ્યુન્ડાઈની ક્રેટા કાર ખરીદ્યા બાદ તેમાં આવતી ખામીઓથી પરેશાન એક યુવકે અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વાસ્તવમાં યુવક પોતાની નવી ક્રેટા કારને બે ગધેડા સાથે ખેંચીને શોરૂમમાં લઈ ગયો.
જુઓ વિડીયો
લ્યો બોલો, માત્ર દોઢ મહિનામાં ખોટવાઈ ગઈ 18 લાખની કાર, માલિકે ગધેડા સાથે ખેંચીને શોરૂમમાં પરત મોકલી, જુઓ વીડિયો#Rajasthan #udaipur #hyundai #donkeypullcar #creta #viralvideo #newscontinuous pic.twitter.com/ox4tzeUv9R
— news continuous (@NewsContinuous) April 27, 2023
મળતી માહિતી મુજબ, ઉદયપુરના સુંદરવાસમાં રહેતા એક યુવકે લગભગ બે મહિના પહેલા ક્રેટા કાર ખરીદી હતી. ત્યારથી, તેણે કારમાં ઘણી ખામીઓ વિશે શોરૂમ મેનેજમેન્ટને ફરિયાદ કરી. અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ હલ ન નીકળતા અને કાર શોરૂમ મેનેજમેન્ટના વર્તનથી નારાજ યુવકે વિરોધ કરવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો. યુવકે પોતાની નવી કારને ગધેડા દ્વારા ખેંચીને શોરૂમ પર પહોંચ્યા અને કંપનીના શોરૂમ અને તેના કર્મચારીઓના વર્તન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આ સમગ્ર મામલાનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: 50MP કેમેરા, 8GB RAM, 5000 mAh બેટરી, ફોનની કિંમત માત્ર 7400 રૂપિયા છે
18.50 લાખમાં ખરીદી હતી ક્રેટા કાર, દોઢ મહિનામાં જ આવવા લાગી ખામી
આ મામલે કારના માલિક યુવકનું કહેવું છે કે તેણે ક્રેટા કારનું સેકન્ડ ટોપ મોડલ લગભગ 18.50 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું, પરંતુ કાર ખરીદ્યાના એકથી દોઢ મહિનામાં જ સમસ્યા શરૂ થઈ ગઈ. જ્યારે કાર તેની સગાઈ માટે પહોંચી ત્યારે કાર પણ ત્યાં જ ઉભી રહી ગઈ હતી.