ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને શિવસેના શાસિત મુંબઈ મહાનગર પાલિકા મા સડક-રસ્તા કૌભાંડ ઉજાગર કર્યું હતું. જેમાં 30 થી વધુ અધિકારીઓ ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. હવે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે ત્યારે ભાજપ પર વળતો પ્રહાર કરી રહ્યા હોય એવું લાગે છે.
હવે દેવેન્દ્ર ફડણવીસની મહત્વાકાંક્ષી યોજના, બીડ જિલ્લાની જલાયુક્ત શિવર યોજનામાં રૂ .35 કરોડના કૌભાંડ ઉજાગર કર્યું છે અને આ મામલે બીડના બે કૃષિ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના સ્થાનિક નેતા વસંત પુંડેએ બીડ જિલ્લામાં જલાયુકત શિવર યોજનાના કૌભાંડ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ એવી હતી કે, જ્યારે આ કામના કોન્ટ્રાક્ટરો પાસે ડીબીએ ચુકવણી (બેંકમાં સીધી થાપણ) નો વિકલ્પ ન હોય ત્યારે 138 ઠેકેદારોને સીધી ડીબીએ ચુકવણી કરવામાં આવી હતી. આ કેસમાં બે અધિકારીઓ, એક પેટા વિભાગીય કૃષિ અધિકારી અને તાલુકા ખેતીવાડી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દરમિયાન, રાજ્યના જળ સંસાધન મંત્રી જયંત પાટીલે ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પર આંગળી ચિંધતા કહ્યું કે, "આ યોજનાની જાહેરાત કરી કહ્યું હતું કે જલાયુક્ત શિવર યોજનાને કારણે રાજ્યમાં 70 ટીએમસી પાણી સંગ્રહિત કરવામાં આવશે, પરંતુ એવું કંઈ બન્યું નહીં. ઉલ્ટાનું નબળી ગુણવત્તાવાળા કામને કારણે પાણી વહન કરવામાં અડચણો ઉભી થયી છે. આમ હવે શિવસેના અને ભાજપના મુખ્યમંત્રી ઓ સામસામે આવી ગયા છે એમ કહી શકાય..