Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે જ નહીં, પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ આ રાજ્યના મુખ્ય પ્રધાન માટે વિવાદાસ્પદ નિવેદન કરી ચૂક્યા છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુખ્ય પ્રધાન માટે આપત્તિજનક શબ્દો ઉચ્ચારનારા કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડનો બનાવ હજી તાજો છે. મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. શિવસેનાની સાથે જ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પણ નારાયણ રાણે સામેની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહી છે ત્યારે નારાયણ રાણે જેવા જ વિવાદસ્પદ નિવેદન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ ભૂતકાળમાં કરી ચૂક્યા હોવાની યાદ ભાજપે કરાવી છે. એક રૅલીમાં ઉદ્ધવ ઠાકરેએ  ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ માટે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, ત્યારે તો ઉદ્ધવ ઠાકરે સામે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, તો હવે નારાયણ રાણે સામે કેમ પગલાં લેવામાં આવ્યાં એવી દલીલ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

નારાયણ રાણેને જામીન મળ્યા બાદ ભાજપની મહત્વની જાહેરાત, 'જન આશિર્વાદ યાત્રા' આ તારીખથી થશે શરૂ ; જાણો વિગતે

2018માં મે મહિનામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો. એ સમયે ભાજપ અને શિવસેનાના સંબંધોમાં કડવાશ આવી ચૂકી હતી. એ દરમિયાન વિરારમાં એક રૅલીમાં ઉદ્ધવ ઠાકરેએ આદિત્યનાથને ચંપલથી મારવાની વાત ઉચ્ચારી હતી. તેમણે રૅલીમાં કહ્યું હતું કે ‘‘શિવાજી મહારાજની પ્રતિમાને માળા અર્પણ કરવા માટે યોગી આદિત્યનાથ ચંપલ પહેરીને ગયા હતા. આવું કરીને તેમણે શિવાજી મહારાજનું અપમાન કર્યું છે. યોગી તો ગૅસના ફુગ્ગા જેવો છે, જે ફક્ત હવામાં ઊડતો રહે છે. આવ્યો અને સીધો ચંપલ પહેરીને મહારાજ પાસે ચાલ્યો હતો. મને એવું લાગે છે કે તેને ચંપલથી મારું.”

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version