Site icon

ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રેમ તેમને ભારે પડ્યો- જાણો પડદા પાછળ ની વાર્તા

News Continuous Bureau | Mumbai 

ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને સંજય રાઉત(Sanjay Raut)ને શરદ પવાર(Sharad Pawar) ઘણા વહાલા લાગે છે. અતિ ઉત્સાહમાં આવી જઈને સંજય રાઉતે શરદ પવારને ભીષ્મ પિતામહ રહ્યા હતા. આ ઉપરાંત શરદ પવારે જ્યારથી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારથી ઉદ્ધવ ઠાકરે શરદ પવારની દરેક વાત માની રહ્યા છે. આ જ કારણ છે કે શિવસૈનિકોમાં અજબની બેચેની જોવા મળી રહી છે. વાત એમ છે કે શિવસેના પાર્ટીના પદાધિકારીઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ થી ખૂબ નારાજ છે. ચબરાક અને હોંશિયાર એવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના નેતાઓ સ્થાનિક સ્તર પર પોતાની મતબેંક ને મજબૂત કરે તેવા કાર્યક્રમો પાર પાડી રહ્યા છે. આ માટે તેઓ સરકારી નિધિ નો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે. બીજી તરફ શિવસેના(Shivsena)ના તમામ કાર્યક્રમ અને મતદાતાઓ માટે નક્કી કરેલા કામો અટકી પડ્યા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ઉદ્ધવ ઠાકરે શરદ પવાર ના ખોળા માં બેઠેલા રહ્યા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે જૂથના એક ધારાસભ્યે વટાણા વેરી નાંખ્યા- કહ્યું અમારો બધો ખર્ચ દેવેન્દ્ર ફડણવીસ ઊંચકી રહ્યા છે

ઉદ્ધવ ઠાકરેની જેમ જ આદિત્ય ઠાકરે(Aditya Thackeray)નો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રત્યેનો પ્રેમ અલૌકિક અને અવિસ્મરણીય છે. થોડા સમય પહેલાં આદિત્ય ઠાકરેએ સુનિલ તટકરે(Sunil Tatkare) ના ઘરે જઈને ભોજન માણ્યું હતું. આ ભોજનના કાર્યક્રમ પહેલાં રાયગઢના તમામ શિવસૈનિકોએ આદિત્ય ઠાકરેને વિનવણી કરી હતી કે તેઓ આ ભોજનમાં સામેલ ન થાય કારણ કે તેનાથી સ્થાનિક કાર્યકર્તાઓ પર વિપરીત અસર પડશે. જોકે આદિત્ય ઠાકરે એ પદાધિકારીઓની સલાહ માની નહીં અને સુનિલ તટકરેના ઘરે ભોજન લીધું.

ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે ના શરદ પવાર પ્રેમને કારણે શિવસેના પાર્ટી આખેઆખી ખતરામાં આવી ગઈ. આ વાત સામાન્ય શિવસૈનિકો(Shivsainik)ને સમજાઈ ગઈ પરંતુ ઠાકરે પરિવાર ને ન સમજાઈ.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version