News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે પ્રથમ વાર ભાજપ(BJP) પર હુમલો કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ એક બેઠક દરમિયાન કહ્યું કે શિવસેનામાં વિભાજનની સ્થિતિ બળવાખોરોને(rebels) કારણે નહીં પરંતુ ભાજપને કારણે ઉભી થઈ છે. એટલું જ નહીં ઠાકરેએ કહ્યું કે તમે લોકો ભલે ગમે એટલા તીર(Tir) લઈને ભાગી જાવ, તે યાદ રાખવાનું છે કે ધનુષ(Dhanush) મારી પાસે છે.ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનને પાર્ટીના નિશાન(Party signs) માટે ચાલી રહેલી લડાઈ સાથે જાેડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઠાકરે સંકટથી ડરતા નથી. ઉદ્ધવ ઠાકરેએ સંકલ્પ વ્યક્ત કર્યો કે ભલે ગમે એટલા સંકટ આવી જાય, અમે લડીશું અને ફરીથી પાર્ટીનું નિર્માણ કરીશું.
મુંબઈમાં ઉત્તર ભારતીય મહાસંઘના(North Indian Federation) નેતાઓ સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ આ વાત કહી છે. આ તકે હાજર પદાધિકારીઓએ શિવસેનાની સાથે હોવાની વાત કહી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ ઉત્તર ભારતીય સંઘના પદાધિકારીઓ સાથે બેઠકને સંબોધિત કરતા એકનાથ શિંદે(Eknath Shinde) અને ભાજપ(BJP) પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું- ગમે એટલા તીર લઈ જાવ, યાદ રાખજાે ધનુષ મારી પાસે છે. બળવાખોરોએ શિવસેના તોડી નથી, તેની પાછળ ભાજપ છે. ભાજપ જ શિવસેનાને ખતમ કરવાનું કામ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેને વધુ એક ધક્કો-મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લીધી શિવસેનાના આ દિગ્ગજ નેતાની મુલાકાત-જાણો વિગત
ઉત્તર ભારતીય સંઘના પદાધિકારીઓએ આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી અને કહ્યું કે, આ સંકટના સમયમાં અમે તમારી સાથે છીએ. નોંધનીય છે કે શિવસેનાના ૧૨ સાંસદોએ પણ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડી એકનાથ શિંદેની સાથે જવાનો સંકેત આપ્યો છે. તેને કારણે પાર્ટીની સામે મોટું સંકટ ઉભુ થઈ ગયું છે. એટલું જ નહીં એકનાથ શિંદે જૂથ તો હવે પાર્ટીના નિશાન તીર-ધનુષ પર દાવા માટે ચૂંટણી પંચમાં જવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય સાંસદોના જૂથે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખી ખુદને અલગ માન્યતા આપવાની માંગ કરી છે.
શિવસેનાના ૧૨ બળવાખોર સાંસદોને(Rebel MP) વાઈ કેટેગરીની(Y Category) સુરક્ષા આપવામાં આવી છે. આ બળવાખોર સાંસદ છે જેણે લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. જાણકારી પ્રમાણે આ સુરક્ષા સોમવારે રાતથી આપવામાં આવી છે. આ ૧૨ સાંસદોએ લોકસભા સ્પીકરને(Lok Sabha Speaker) પત્ર લખી રાહુલ શેવાલેને નેતા તરીકે માન્યતા આપવાનો આગ્રહ કર્યો છે.