News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં એક વાત નક્કી થઈ ગઈ છે કે રાજ્ય સરકાર(State govt) અને ધારાસભ્યો(MLAs) પરથી ઉદ્ધવ ઠાકરેનો (Uddhav Thackeray)કંટ્રોલ ખતમ થઈ ગયો છે. થોડી ઘણી કાયદાકીય લડાઈ કદાચ શક્ય છે પરંતુ આ લડાઈમાં ઉદ્ધવ ઠાકરે નું પલડું ભારે નથી. બીજી તરફ એકનાથ શિંદે(Eknath Shinde)ને હવે સત્તા ઉપરાંત શિવસેના (Shivsena)પાર્ટી હાઇજેક કરી લેવામાં રસ છે. આથી તેમની બધી જ ગતિવિધિઓ એ દિશામાં અગ્રેસર છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રનું રાજકારણ હવે ધમકી તરફ વળ્યું – નારાયણ રાણે સીધેસીધા શરદ પવારને કહ્યું કે બચીને રહેજો- નહી તો ઘરે નહીં પહોંચી શકો
ઉદ્ધવ ઠાકરે હવે મુખ્યમંત્રી આવાસ માંથી બહાર આવી ચૂક્યા છે જેથી તેઓ મુખ્યમંત્રીનો કાર્યભાર ઓછો અને પાર્ટીનો કાર્યભાર વધુ જોઈ શકે. આ પરિસ્થિતિમાં તેમણે પક્ષને બચાવવા માટે કાયદાકીય રીતે દાવપેચ રમવાના શરૂ કરી દીધા છે. મુંબઈ(Mumbai) ખાતે તેમણે મહારાષ્ટ્રના તમામ વિભાગ પ્રમુખોની બેઠક બોલાવી છે. આ સાથે જ તેમણે જનસંપર્ક અભિયાન પણ શરૂ કરવાનું નક્કી કર્યું છે. જો કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે તેમજ તેઓની તબિયત પણ સારી નથી આવા સમયે આ કાર્યવાહી તેઓ કેટલી સક્ષમ રીતે પાર પાડી શકે છે તે જોવું રહ્યું.