News Continuous Bureau | Mumbai
Uddhav Thackeray House: શિવસેના ( UBT ) પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને એક મોટી માહિતી સામે આવી છે. મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર કોઈ મોટી ઘટના બનવાની આશંકા છે. એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ ( Mumbai Police Control ) રૂમને આ માહિતી આપી છે કે ઉદ્ધવ ઠાકરેના ઘરમાં બોમ્બ ધડાકો થવાનો છે. આ માહિતી મળતા જ મુંબઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મામલાની તપાસ શરૂ કરી છે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને.
હકીકતમાં, મુંબઈ પોલીસને ( Mumbai Police ) ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે, જ્યારે તે મુંબઈથી ગુજરાત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેણે 4-5 મુસ્લિમ લોકોને ઉદ્ધવ ઠાકરે વિશે વાત કરતા સાંભળ્યા હતા. વ્યક્તિએ એવો પણ દાવો કર્યો છે કે આ મુસ્લિમ મુસાફરો ( Muslim passengers ) ઉર્દૂ ભાષામાં વાત કરી રહ્યા હતા. તે અજાણ્યા શખ્સે વધુમાં કહ્યું હતું કે, તે બધા લોકો કોઈ રૂમ ભાડે રાખીને મુંબઈના મોહમ્મદ અલી રોડ પર રહેવાની વાત કરી રહ્યા હતા. આ માહિતી બાદ મુંબઈ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.
આ અગાઉ પણ ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી..
એક અહેવાલ અનુસાર, સપ્ટેમ્બર 2020 માં જ્યારે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ તેમને અને તેમના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ફોન કરીને પોતાને ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમનો સહયોગી ગણાવ્યો હતો. જેમાં આરોપીએ કહ્યું હતું કે તે દુબઈથી ફોન કરી રહ્યો છે. જે બાદ પોલીસે તે સમયે કહ્યું હતું કે માતોશ્રીના ફોન નંબર પર બે વખત ફોન કરવામાં આવ્યો હતો અને તેને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તે સમયે પણ પોલીસે ઘરની બહાર સુરક્ષા વધારી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Lakshadweep Tourism: જો વધુ પ્રવાસીઓ અહીં આવશે તો અમે સંભાળી શકીશું નહી.. લક્ષદ્વીપ સાંસદનો મોટો દાવો.. જાણો શા માટે કહ્યું આવુ..
આ અંગે સંજય રાઉતે કહ્યું છે કે, ઠાકરે પરિવારની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. જે રીતે શિવસેનાના નેતાઓથી તેમના રક્ષણના અધિકાર છીનવી લેવામાં આવ્યા છે. તેથી ભવિષ્યમાં જે કંઈ પણ થશે તેની જવાબદારી કેન્દ્ર અને મહારાષ્ટ્રના ગૃહ વિભાગની રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજકારણીઓના ઘરો પર હુમલા અથવા જાનથી મારી નાખવાની ધમકીના કિસ્સાઓ ઘણીવાર બને છે. સામાન્ય રીતે જ્યારે આવા કિસ્સા પ્રકાશમાં આવે છે ત્યારે પોલીસ આ મામલાની તપાસ શરૂ કરી દે છે. જો કે મોટા ભાગના કિસ્સામાં આવી ઘટનાઓ નકલી હોય છે. ઘણી વખત પોલીસે આવા ફેક કોલ કરતા લોકોને પકડ્યા છે. તેમાંથી મોટાભાગના લોકો પોતાનું નામ બનાવવા માટે આવું કરે છે.