ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ફેબ્રુઆરી 2021
સમગ્ર દેશમાં કોરોના ના કેસ માં ઉછાળો આવ્યો છે જેમાં મહારાષ્ટ્ર નોંધપાત્ર ફાળો છે. મહારાષ્ટ્ર અને કેરળ ની પરિસ્થિતિ સમગ્ર દેશમાં સૌથી ખરાબ છે.આ વાતને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે રવિવારના દિવસથી અનેક નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિયંત્રણો નીચે મુજબ છે.
મહારાષ્ટ્ર સરકારે 'હું જ જવાબદાર' આ વાક્ય હેઠળ નવી ઝુંબેશ શરૂ કરી છે જેમાં માસ્ક પહેરવું, હાથ ધોવા અને સુરક્ષિત અંતર રાખવું આ ત્રણ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં હવે કોઈ પણ પ્રકારનો રાજનૈતિક કાર્યક્રમ, સામાજિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ કે પછી વિરોધ પ્રદર્શન તેમજ યાત્રાઓ નહીં થઈ શકે.
પુણે, અમરાવતી અને નાસિકમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
પૂના શહેરમાં શાળા અને કોલેજોને બંધ રાખવાનું ફરમાન જાહેર કરાયું છે.
હવે આગામી બે અઠવાડિયા મહત્વના છે. જો એ સમય દરમ્યાન કોરોના કાબૂમાં નહીં આવે તો મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવાનો વિચાર થઇ શકે છે.