News Continuous Bureau | Mumbai
શિંદે જૂથના(Shinde group) બળવા પછી, ઉદ્ધવ ઠાકરેએ(Uddhav Thackeray) ઉતાવળે મુખ્ય પ્રધાન અને ધારાસભ્ય પદેથી(Chief Minister and MLA) રાજીનામું(Resignation) આપવાની જાહેરાત કરી હતી. જોકે, તેમને મુખ્યમંત્રી પદ (Chief Minister post) છોડ્યાને બે મહિના વીતી ગયા છે, પરંતુ હજુ સુધી તેમણે તેમના ધારાસભ્યનું પદ ન છોડ્યું હોવાનું બહાર આવ્યું છે.
મહત્વનું છે કે શિવસેના પ્રમુખ (Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેએ ગત 29 જૂનના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના(social media platforms) માધ્યમથી મુખ્ય પ્રધાન અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજકીય પરંપરા મુજબ તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને(Governor) સોંપી દીધું. તેથી તે સમયે એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે તેઓ ફરીથી વિધાનસભામાં(Assembly) પગ નહીં મૂકે.
આ સમાચાર પણ વાંચો : ધ ફેમેલી મેન ની આ અભિનેત્રી એ બ્લેક મોનોકીની ટોપમાં આપ્યા પોઝ-એક્ટ્રેસ ના બોલ્ડ લુકે મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ
જો કે, મહાવિકાસ આઘાડીની(Mahavikas Aghadi) બેઠક પ્રસંગે વિધાનભવનમાં(legislature) આવેલા ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદની હાજરી પુસ્તિકા પર હસ્તાક્ષર કરતાં સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા. કારણ કે માત્ર વિધાનસભાના સભ્ય એટલે કે ધારાસભ્ય હોય તે વ્યક્તિ જ આ પુસ્તક પર સહી કરી શકે છે. તેથી, હવે મનાઈ રહ્યું છે કે રાજ્યપાલને મળ્યા પછી, ઠાકરેએ માત્ર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, ધારાસભ્ય પદેથી નહીં.