News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજકારણમાં હાલ જબરદસ્ત ઉથલપાથલ(crisis) થઇ રહી છે. શિવસેના(Shivsena)માં ફૂટના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) પોતાની ખુરશી અને પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. માતોશ્રી(Matroshree)માં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠક(Meeting)માં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચ્યા હતા. એટલે કે આદિત્ય ઠાકરે(aditya Thackeray) સહિત શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યો(MLAs)નો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED પાસેથી એક્સટેન્શન માંગ્યું- પૂછપરછ માટે તારીખ લંબાવવા વિનંતી- જાણો શું છે કારણ
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં પણ પાર્ટીના વધુ કેટલાક ધારાસભ્યોએ બળવો પોકાર્યો છે અને ગુવાહાટી(Guwahati)માં એકનાથ શિંદે(Eknath Shinde)ના જૂથમાં શામેલ થઇ રહ્યા છે.