News Continuous Bureau | Mumbai
વીર વિનાયક દામોદર સાવરકર (Veer Vinayak Damodar Savarkar) મુદ્દે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને કોંગ્રેસ (Congress) અલગ-અલગ વલણ ધરાવે છે. હવે આ મામલે શિવસેના (Shiv Sena) અને કોંગ્રેસ (Congress) પાર્ટી વચ્ચે મતભેદો સ્પષ્ટ રીતે સામે આવ્યા છે. હાલમાં જેલમાંથી બહાર આવેલા સંજય રાઉત (Sanjay Raut) એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી એ સાવરકર નું અપમાન કરવાની કોઈ જરૂર નથી. તેમજ આ મામલે તેમણે માફી માગવી જોઈએ. જોકે સંજય રાઉત ના નિવેદન પર કોંગ્રેસ પાર્ટી ધૂંઆપૂંઆ થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીના નેતા માણિકરાવ ઠાકરેએ સ્પષ્ટપણે સંભળાવી દીધું છે કે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શું વાત કરવી જોઈએ અને શું નહીં તે સંદર્ભે શિવસેનાએ બોલવાની કોઈ જરૂર નથી અને પોતાનું મોઢું બંધ રાખવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો: પુણેમાં થયો મોટો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં એક બાદ એક…. 48 ગાડીઓ અથડાઈ. જુઓ વિડીયો
માણિકરાવ ઠાકરેએ શું કહ્યું?
પોતાના આકરા નિવેદનમાં માણિકરાવ ઠાકરેએ કહ્યું કે અમે શિવસેનાને વિચારીને અમારી સાથે આવવા માટે કહ્યું હતું, અમે ત્રણેય પક્ષો ભેગા થયા અને એક જ કાર્યક્રમનું આયોજન કર્યું. જે જનહિત અને વિકાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હતું. રાહુલ ગાંધીએ સાવરકર વિશે લેખિત પુરાવા આપ્યા છે. ભારત અને પાકિસ્તાનના વિભાજનનો વિચાર વીર સાવરકરની વિચારધારાના લોકોએ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે અને અમારી વચ્ચે કોઈ વિવાદ નહોતો. તેઓ તેમની ભૂમિકા રજૂ કરી રહ્યા છે અને અમે અમારી ભૂમિકા રજૂ કરી રહ્યા છીએ.