News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)ના સાંસદ(MP) સંજય રાઉત(Sanjay Raut)ની EDએ પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસ(Patra land scam case)માં ધરપકડ કરી છે. રાઉતની ધરપકડ(arrest)ના કારણે શિવસેનામાં ખળભળાટ મચી ગયો છે.

દરમિયાન આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeyray) રાઉતના ઘરે ગયા હતા અને તેમના પરિવારને મળ્યા હતા. તેઓ આજે (સોમવારે) બપોરે ભાંડુપ(Bhandup)માં સંજય રાઉતના બંગલા ‘મૈત્રી’ પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી. આ રીતે ઉદ્ધવ ઠાકરેએ મેસેજ આપ્યો છે કે, તેઓ મુશ્કેલ સમયમાં સંજય રાઉતની સાથે છે અને તેમને એકલા છોડ્યા નથી.

આ સમાચાર પણ વાંચો : હેં- સંજય રાઉતની ધરપકડ થઈ-એટલે સવારે 8 વાગ્યાનું ભુંગળુ બંધ થયુ-એકનાથ શિંદેની રમુજી પ્રતિક્રિયા-પણ ઈડી સંદર્ભમાં આ મોટું નિવેદન આપ્યું

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ઉદ્ધવ ઠાકરે જ્યારે સંજય રાઉતના ઘરે પરિવારને મળ્યા ત્યારે તેઓ ભાવુક થયા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે તેમના પરિવારના સભ્યોને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત, શિવસેનાના સચિવ મિલિંદ નાર્વેકર, શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર હાજર રહ્યા હતા.