267
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઓક્ટોબર, 2021
બુધવાર
શિવસેનાના આક્રમક નેતા તરીકે જાણીતા રામદાસ કદમ મુશ્કેલીમાં મુકાયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શિવસેનાના પૂર્વ મંત્રી અને હાલમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય રામદાસ કદમનું વિધાનસભા પદ જોખમમાં છે.
આ વખતે તેમને ઉમેદવારી ન આપીને તેમના સ્થાને શિવસેનાના અન્ય નેતાને વિધાન પરિષદમાં મોકલવાની તૈયારી ચાલી રહી છે.
તાજેતરમાં કદમનો એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ શિવસેનાના નેતા અને પરિવહન મંત્રી અનિલ પરબ સામે ED ની કાર્યવાહી પર કથિત રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા હતા.
આ ઉપરાંત તેમના પર ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાને અનિલ પરબ વિરુદ્ધ પુરાવા આપવાનો પણ આરોપ છે.
આ કારણે જ શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ પગલાથી ખૂબ જ નારાજ હોવાનું કહેવાય છે.
You Might Be Interested In