રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મમતા ‘દીદી’એ બોલાવી વિપક્ષની બેઠક- મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં થાય સામેલ-જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(president elecation)ને લઈને તમામ રાજકીય પક્ષો(Political party)માં ગરમાવો ઉગ્ર બન્યો છે. 

પ. બંગાળના CM મમતા બેનર્જી(West Bengal CM Mamata Banergee)એ આ ચૂંટણી માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવા માટે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. 

જોકે આ બેઠકમાં શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thacekray) સામેલ નહીં થાય. 

શિવસેના નેતા સંજય રાઉત(Shivsena leader Sanjay Raut)ના જણાવ્યા પ્રમાણે ઠાકરે આ બેઠકના દિવસે અયોધ્યા(Ayodhya)માં હશે. 

તેમણે જણાવ્યું કે, 'ઉદ્ધવ ઠાકરેને 15 જૂને દિલ્હી(Delhi)માં બેઠક માટે આમંત્રણ મળ્યું છે. અમે તે સમયે અયોધ્યામાં હોઈશું, અમારી પાર્ટીના એક મોટા નેતા બેઠકમાં ભાગ લેશે. 

આ ચૂંટણીમાં, ચૂંટણી પંચના 4,809 સભ્યો – સાંસદો અને ધારાસભ્યો વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે.

આ સમાચાર પણ વાંચો : મોર્નિંગ બ્રેક ફાસ્ટ થયો મોંઘો- સ્લાઈસ બ્રેડની કિંમતમાં ફરી ઝીંકાયો વધારો- જાણો નવા ભાવ 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment