ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 જુન 2020
કોરોનાનો મુંબઈ મહારાષ્ટ્રમાં કહેર ચાલુ છે. ઉદ્ધવ સરકારના કેબિનેટ મંત્રી ધનંજય મુંડેનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓ રાજ્યના સામાજિક ન્યાય પ્રધાન છે. મુંડેના અંગત મદદનીશ અને અન્ય કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુન્ડે પણ હાજર રહયાં હતા.
ધનંજય ઉદ્ધવ ત્રીજા કેબિનેટ પ્રધાન છે જેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. અગાઉ ગૃહ પ્રધાન જીતેન્દ્ર અવધડ અને જાહેર બાંધકામ ખાતાનાં પ્રધાન અશોક ચવ્હાણ પણ કોરોના પોઝીટીવ હોવાનું જણાયું હતું અને બંને મંત્રીઓ કોરોનાને માત આપી સારા થયા છે.
એનસીપી નેતા અને પરલીના ધારાસભ્ય ધનંજય મુંડે નો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમની સાથે જોડાયેલા લોકોને પણ હાલ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હવે મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 97,648 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં કુલ 152 લોકોનાં મોત પણ થયા છે. મોતનો આંકડો એક જ દિવસના મોતનો રેકોર્ડ છે. મુંબઇમાં, 1,540 નવા કેસ, 97 deaths લોકોનાં મોત, જ્યારે મુંબઈમાં મહાનગર 54 હજાર પર પહોંચતાં કોરોના વાયરસનાં ચેપનાં 1,540 નવા કેસ નોંધાયા છે. બીએમસીના નિવેદન મુજબ, રોગચાળાને કારણે મૃત્યુ પામેલા લોકોની મૃત્યુ સંખ્યા વધીને 1,952 થઈ ગઈ છે….