Site icon

શું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બીજા પુત્ર રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે? શિવસેનાના નેતા મિલિંદ નાર્વેકરે કર્યો તેજસ ઠાકરેનો ફોટો શૅર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં બહુ જલદી બીજા તેજસ્વી યુવકનું આગમન થવાનાં એંધાણ છે. શિવસેનાનું નેતૃત્વ કરનારા ઠાકરે પરિવારની ત્રીજી પેઢીના આદિત્ય ઠાકરે બાદ તેમના નાના ભાઈ તેજસ ઠાકરે પણ બહુ જલદી રાજકારણમાં એન્ટ્રી કરે એનો તખતો ગોઠવાઈ ગયો છે. શિવસેનાના સેક્રેટરી મિલિંદ નાર્વેકરે એના સંકેત આપી દીધા હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બીજા પુત્ર તેજસ ઠાકરે રાજકીય ક્ષેત્રથી અત્યાર સુધી અંતર જાળવી રાખ્યું છે, પરંતુ હાલમાં જ તેજસ ઠાકરેના જન્મદિન નિમિતે મિલિંદ નાર્વેકરે તેને શુભેચ્છા આપનારી મોટી જાહેરખબર અખબારમાં છાપી હતી, એના પર સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા ચાલુ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં સંભવિત ત્રીજી લહેરનું જોખમ યથાવત, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા ; જાણો આજે કેટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ     

શિવસેનાના પ્રમુખ દિવંગત બાળ ઠાકરેની હાજરીમાં જ આદિત્ય ઠાકરેની રાજકારણમાં એન્ટ્રી થઈ હતી. એ વખતે જ બાળ ઠાકરેએ તેજસમાં તેમની આક્રમકતા હોવાનું કહ્યું હતું. એથી આજે નહી તો કાલે, તેજસ ઠાકરે પણ રાજકારણમાં એન્ટ્રી કરશે એવું માનવામાં આવતું હતું. હવે શિવસેનાની પાંખ ગણાતી યુવાસેનાનું નેતૃત્વ તેમના ખભા પર નાખવામાં આવે એવી શક્યતા છે. હાલ યુવાસેનાના પ્રમુખપદે આદિત્ય ઠાકરે છે. જોકે તેઓ વિધાનસભ્યની સાથે જ રાજ્યના પર્યટન ખાતાનો ભાર સંભાળી રહ્યા છે. ઉપનગરના પાલક પ્રધાન પણ છે. તેમની જવાબદારી વધી ગઈ છે. એથી યુવા સેનાની જવાબદારી હવે તેજસના શિરે નાખવાની ચર્ચા ચાલી રહી છે. હાલ રાજ્યભરમાં યુવાસેનાના જિલ્લા અને તાલુકા સ્તરે મેળાવળા ચાલી રહ્યા છે. એની નવી કાર્યકારિણી જાહેર કરવામાં આવવાની છે, ત્યારે યુવાસેનાના પ્રમુખપદે તેજસ ઠાકરેને બેસાડીને તેમનો રાજકારણમાં પ્રવેશ કરાવવાની શિવસેનાની ભવ્ય યોજના ચાલી રહી હોવાનું માનવામાં આવે છે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version