News Continuous Bureau | Mumbai
શિવસેનાની માલિકી કોની? શિંદે કે ઠાકરે? તેના પર સુપ્રીમ કોર્ટે બંધારણીય બેંચ બનાવવાના સંકેત આપ્યા છે.
દરમિયાન, કેન્દ્રીય ચૂંટણી પંચે આ મામલે સુનાવણી માટે બંને જૂથોને નોટિસ પણ પાઠવી છે.
ચૂંટણી પંચે શિવસેનાના બંને જૂથોને 8 ઓગસ્ટે બપોરે 1 વાગ્યા સુધીમાં દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
સાથે ચૂંટણી પંચે બંને પક્ષોને પક્ષમાં ચાલી રહેલા વિવાદ પર તેમના લેખિત નિવેદનો આપવા માટે પણ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ, એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને શિવસેનાનું ચૂંટણી ચિહ્ન 'ધનુષ-બાન' ફાળવવાની માંગ કરી હતી
આ સમાચાર પણ વાંચો : કોરોના બાદ હવે મંકીપોક્સનું જોખમ-ભારતના આ દક્ષિણ રાજ્યમાં વધુ એક કેસ આવ્યો સામે-તંત્ર થયું સાબદું
