News Continuous Bureau | Mumbai
Udhayanidhi Stalin: સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદનો કરીને ચર્ચામાં આવેલા તમિલનાડુના મંત્રી અને DMK નેતા ઉધયનિધિ સ્ટાલિને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) પર કટાક્ષ કર્યો હતો. રાજ્યોને ભંડોળની ફાળવણીમાં પક્ષપાતનો આક્ષેપ કરતાં જુનિયર સ્ટાલિને નિવેદન આપતા કહ્યું હતું કે, ભાજપ શાસિત રાજ્યોને વધુ નાણાં મળે છે. જ્યારે તમિલનાડુને માત્ર એક રૂપિયામાં 28 પૈસા મળ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ માટે પીએમ મોદીને 28 પૈસા પીએમ કહેવા જોઈએ.
રામનાથપુરમ અને થેનીમાં અલગ-અલગ રેલીઓને સંબોધતા મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના ( MK Stalin ) પુત્ર ઉધયનિધિ સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને નિવેદન આપતા કહ્યું હતું કે, હવે આપણે વડાપ્રધાનને 28 પૈસા પીએમ કહેવા જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Swatantrya Veer Savarkar Box Office Collection Day 2: રણદીપ હુડાની ફિલ્મની કમાણીમાં બીજા દિવસે જોરદાર ઉછાળો આવ્યો, આટલું કલેક્શન કર્યું..
તમિલનાડુમાં લોકસભાની 39 સીટો છે..
ઉધયનિધિ સ્ટાલિને ભાજપની ( BJP ) આગેવાની હેઠળના કેન્દ્ર સામે તેમનો હુમલો ચાલુ રાખ્યો અને દાવો કર્યો કે તે તમિલનાડુમાં ( Tamil Nadu ) બાળકોના ભવિષ્યને નષ્ટ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લઈને આવી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ફંડ ટ્રાન્સફર, ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રાજ્યમાં NEET પર પ્રતિબંધ મૂકવાના મામલે તમિલનાડુ સાથે ભેદભાવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં લોકસભાની 39 સીટો છે.અહીં 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે.4 જૂને મતગણતરી થશે.