ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
દેશના પંજાબ રાજ્યમાં કોરોના નો જ એક પ્રકાર એવો યુ.કેનો strain લોકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પંજાબ રાજ્યમાં 401 લોકોના બ્લડ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા હતા. તેમાંથી 81 ટકા લોકોના સેમ્પલમાં આ યુ.કે સ્ટ્રેન જોવા મળ્યો હતો.જે ચિંતાજનક બાબત છે.
પંજાબના મુખ્યમંત્રી અમરેન્દ્ર સિંહે મંગળવારે ત્યાંની જનતાને વહેલામાં વહેલી તકે કોરોના વેક્સિન લઈ લેવા માટે વિનંતી કરી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેક્સિન લેવાની વયમર્યાદાને ઘટાડવાનું સૂચન પણ કર્યું હતું.કારણ પંજાબમાં ખાસ કરીને યુવા વર્ગમાં જ આ યુ. કે. સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે.
આખરે મહારાષ્ટ્રના વધુ એક જિલ્લામાં લોકડાઉન લાગ્યું. સરકારે લીધો કડક નિર્ણય.
પંજાબના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે પંજાબની વધારેમાં વધારે જનતા વેક્સિન લઈ શકે એ માટે કેન્દ્ર સરકારે અતિ આવશ્યક પગલાં ભરવા જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ કોવીશીલ્ડ વેક્સિન યુ.કે. સ્ટ્રેન માટે પણ અસરકારક છે.
આ ઉપરાંત પંજાબ ના મુખ્યમંત્રીએ માસ્ક પહેરવા અને સોશિયલ distance ના નિયમો ને પાળવા પર પણ જોર લગાવ્યું હતું.