Ukai Dam: ઉકાઈ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ: ૧૦૦% ભરાયો

Ukai Dam: ઉકાઈ ડેમ ૨૦૧૯ થી સતત પાંચમા વર્ષે સંપૂર્ણ સપાટીએ પહોચ્યો. પીવા માટે, સિંચાઈ અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી ઉપલબ્ધ-: ઉકાઈ ડેમ કાર્યપાલક ઈજનેર પી.જી.વસાવા.ઉકાઈ ડેમ દ્વારા સિંચાઈ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔદ્યોગિક એકમોમા પાણીની જરૂરિયાત પૂરી થાય છે.

by Hiral Meria
Ukai Dam: Ukai Dam to its full level: 100% full

News Continuous Bureau | Mumbai

Ukai Dam: તાપી જિલ્લાના ( Tapi district ) સોનગઢ તાલુકામાં (  Songarh )  સુરતની ( Surat ) જીવાદોરી સમાન તાપી નદી ( Tapi river ) ઉપર ઉકાઈ ડેમ વર્ષ ૧૯૭૨માં નિર્માણ પામ્યો હતો. ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદના ( heavy rain ) કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં ( water surface ) વધારો થયો છે, જે ડેમની જળ સપાટીની સંપૂર્ણ ક્ષમતાએ પહોચ્યો છે. 

ઉકાઈ ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા કાર્યપાલક ઈજનેર શ્રી પી.જી.વસાવાએ જણાવ્યું હતું કે,  ઉકાઈ ડેમ આજે તા.૦૩-૧૦-૨૦૨૩ના રોજ સવારે ૩ વાગ્યે તેની સંપૂર્ણ ક્ષમતા એટલે કે ૩૪૫ ફુટે પહોચ્યો છે. ઉકાઈ ડેમ ૨૦૧૯ થી સતત પાંચમા વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. આ જળાશય ( reservoir ) થકી સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરૂચ જિલ્લાઓને પાણીનો લાભ સમગ્ર વર્ષ માટે મળશે. તાપી જિલ્લાની આખા વર્ષની પાણીની જરૂરિયાત ૪૫૦૦ મિલિયન ઘન મીટર હોય છે. હાલ પાણીનો કુલ સંગ્રહ જથ્થો ૭૪૧૪ મિલિયન ઘન મીટર છે. એટલે સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી છે.

બોક્ષ-૧

કાર્યપાલક ઈજનેરશ્રી વસાવાએ વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે ચોમાસુ બેસતા ડેમમાં જેટલી પાણીની આવક થાય તેને નિયત કરેલા રૂલ લેવલ પ્રમાણે પાણી ભરવામાં આવે છે. જેમ કે, ૧લી જુલાઈ સુધી ૩૨૧ ફુટ, ૧ ઓગસ્ટ સુધી ૩૩૩ ફુટ, ૧લી સપ્ટેમ્બર સુધી ૩૩૫ ફુટ સુધી, ૧૬ સપ્ટેમ્બર સુધી ૩૪૦ ફુટ અને ૧લી ઓક્ટોબર સુધી ૩૪૫ ફુટ જળ સંગ્રહ થવા દેવામાં આવે છે. 

બોક્ષ-૨

ડેમની છેલ્લા પાંચ વર્ષની આંકડાકીય વિગત ઉપર નજર કરીએ તો, 

વર્ષ-૨૦૧૯ ન્યુનતમ જળ સપાટી-૨૭૫.૬૮ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૪ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૯.૮૫ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૦ ન્યુનતમ જળ સપાટી-૩૧૭.૬૦ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૦ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૪.૨૯ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૧ ન્યુનતમ જળ સપાટી-૩૧૨.૬૮ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૫૨ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૮૬.૫૨ મિલિયન ઘન મીટર

વર્ષ- ૨૦૨૨ ન્યુનતમ જળ સપાટી-૩૧૫.૩૪ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૩૫ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૬૨.૯૧ મિલિયન ઘન મીટર

ચાલુ વર્ષે – ૨૦૨૩ ન્યુનતમ જળ સપાટી-૩૦૮.૨૨ ફુટ, મહત્તમ જળ સપાટી – ૩૪૫.૦૧ ફુટ, કુલ સંગ્રહ  જથ્થો ૭૪૧૫.૬૮ મિલિયન ઘન મીટર જળ સપાટી નોંધાઈ છે. 

આમ, ઉકાઈ  ડેમ વર્ષ ૨૦૧૯ થી આજ સુધી સતત પાંચ વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે, જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીદાર બન્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Nepal Earthquake : આજે ભૂકંપને કારણે એક-બે વાર નહીં પણ ચાર વખત ધરતી ધ્રૂજી… નેપાળમાં ઈમારતો થઈ જમીનદોસ્ત.. જુઓ વિડીયો..

ઉકાઈ જળાશયમાં પાણીની ભરપૂર આવકના કારણે દક્ષિણ ગુજરાતના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત

ખેડૂતોને સિંચાઈ માટે અને મત્સ્યપાલન માટે સારી તક આ જળાશયના કારણે મળી રહે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત થયા છે. હાલ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટી કુલ ૩૪૫ ફુટ છે. અને ૫૯૩૭ ક્યુસેક પાણીની આવક સામે ૫૯૩૭ ક્યુસેક પાણી નહેર અને હાઈડ્રો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. ડેમ સંપૂર્ણ સપાટીએ પહોચતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. વધુમાં છલછલ ભરેલો ડેમને નિહાળવો એ એક લ્હાવો છે. જળાશયના સુંદર નજારાને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાતથી લોકો ઉમટી રહ્યા છે. 

નોંધનીય છે કે, ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી નદીના વિશાળ જળરાશિને દરિયામાં વહી જતું અટકાવીને બહુહેતુક ઉકાઈ ડેમ પરિયોજના યોજનારૂપે ‘ઉકાઈ ડેમ’નું નિર્માણ કરાયું છે. સિંચાઈ, જળ વીજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પુર નિયંત્રણ સિંચાઈ યોજના છે. જેમાં સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાના ૪૬ ટકાપાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના જળાશયમાં કુલ ૭,૪૧૪ ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જેનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જિલ્લાની કુલ ૩.૭૯ લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટે, ઔદ્યોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા, પીવાના પાણી તરીકે ઉપરાંત ૮૫૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલીંગ સિસ્ટમ માટે કરવામાં આવે છે.

ઉકાઈ બંધની કુલ લંબાઈ ૪,૯૨૬.૮૩ મીટર છે. જે પૈકી ૮૬૮.૮૩ મી. ચણતર બંધ તેમજ સમગ્ર એશિયામાં સૌથી લાંબો એવો ૪,૦૫૮ મી. લંબાઈનો માટીયાર બંધ છે. તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં ૫૧ X ૪૮.૫ ફૂટ માપના કુલ ૨૨ દરવાજાઓ મૂકવામાં આવ્યા છે, દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (૩૪૫ ફૂટ) ૫૧,૧૪૧ ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે. 

કુલ ૪૩૬ માઈલ જેટલી લંબાઈ ધરાવતી સૂર્યપુત્રી તાપીમાતા આશરે ૧૦૦૦ વર્ષ પહેલા મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બેતુલ જિલ્લાના મુલ્તાઈ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમના દિવસે પ્રગટ્યા હતા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના જળનો સંગ્રહ ઉકાઈ ડેમમાં થતા દક્ષિણ ગુજરાતની ધરતી નવપલ્લવિત થઈ છે.

આ સમાચાર પણ વાંચો : Nepal Earthquake : આજે ભૂકંપને કારણે એક-બે વાર નહીં પણ ચાર વખત ધરતી ધ્રૂજી… નેપાળમાં ઈમારતો થઈ જમીનદોસ્ત.. જુઓ વિડીયો..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More