ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
17 જુન 2020
જન્માષ્ટમી દરમ્યાન સૌરાષ્ટ્રમાં લોકમેળાનું હોય છે આગવું મહત્વ.. જેમાં લોકમેળા 5 દિવસના હોય છે જ્યારે , ખાનગીમેળા 20 દિવસ સુધી ચાલુ રહે છે. પરંતુ ચાલુ વર્ષે પ્રથમ વાર એવું બનશે કે શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં કોઈ મેળો નહીં ભરાય એવા સમાચારો મળ્યા છે..
શ્રાવણ મહિનો એટલે ગુજરાતમાં ખાસ કરીને મેળા-મેળાવડાનો મહિનો. આ દરમિયાન નાના-મોટા 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવે છે. જેની મજા માણવા માટે ગુજરાત બહારથી અને વિદેશથી મળીને અંદાજે 10 લાખ લોકો આવે છે. પરંતુ કોરોના ને કારણે આ વર્ષે મેળો ન ભરી શકાય એવા સંજોગો નિર્માણ થયા છે. કારણકે અહીં સોશ્યલ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવું શક્ય જ નથી.. જેને કારણે ગુજરાત સરકારે આ મેળા રદ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 50 વર્ષમાં આ વર્ષે પ્રથમવાર એવું બન્યું છે કે રાજકોટમાં પણ કોઈ લોકમેળો ન યોજાય…..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com