Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રીન હાઇડ્રોજન હબ બનવા સજ્જ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતનું ભૌગોલિક સ્થાન અને પ્રોએક્ટિવ પોલિસી મેકીંગ ગુજરાતને ગ્રીન હાઇડ્રોન ઉત્પાદનનું કેન્દ્ર બનાવશે : ગ્રીન ગ્રોથ માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.. માનવજાતનાં કલ્યાણ માટે ફોસીલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવું અને એનર્જી ઓલ્ટરનેટીવ શોધવા એ સમયની માંગ છે. ગુજરાત આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં, પરંતુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન રીન્યુએબલ એનર્જી તરીકે ઊભર્યુ છે : ઊર્જા મંત્રીશ્રી. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યુનિ. ઓફ કેલિફોર્નીયા, બર્કલે અને ગુજરાત સરકાર, જીએસપીસી અને ગિફટ સીટી, એનટીપીસી અને જીએસપીસી તેમજ જીએસપીસી અને જીપીસીએલ વચ્ચે MOU

by Hiral Meria
Under the leadership and guidance of PM Narendra Modi, Gujarat is ready to become the green hydrogen hub of the country CM Bhupendra Patel

News Continuous Bureau | Mumbai

Vibrant Gujarat Global Summit 2024: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) વાયબ્રન્ટ સમિટની દસમી કડીનાં ત્રીજા દિવસે ‘‘ગુજરાત- ધ ગ્રીન હાઈડ્રોજન ડેસ્ટીનેશન ઓફ ગુજરાત’’ સેમિનારમાં જણાવ્યું કે વડાપ્રધાનશ્રીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રીન હાઈડ્રોજન હબ (  Green Hydrogen Hub ) બનાવા માટે સજ્જ છે. સરકારે ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે અને કચ્છ તથા બનાસકાંઠા જિલ્લામાં 2 લાખ હેક્ટરની વેસ્ટ લેન્ડ ફાળવી છે. 

ગ્રીન હાઇડ્રોજન હબ

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ ( PM Narendra Modi ) દેશમાં ફ્યુચરીસ્ટીક એનર્જીં ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ પર ભાર મૂક્યો છે.

ગુજરાત વડાપ્રધાનશ્રીના આ વિઝનને સુસંગત ગ્રીન ગ્રોથ માટે પ્રતિબદ્ધ છે. આ હેતુસર આગામી પાંચ વર્ષ માટે ગ્રીન ગ્રોથ સેક્ટર ( Green Growth Sector ) માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

વિશ્વમાં ઉર્જાની માંગને પહોંચી વળવા માટે ફોસીલ ફ્યુઅલ પરનું ભારણ ઘટાડવા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માનવજાતનાં કલ્યાણ માટે આપણે એનર્જી ઓલ્ટરનેટિવ શોધવા આવયશ્યક છે અને ગ્રીન હાઈડ્રોજન દ્વારા ઊર્જા સુરક્ષા, ક્લીન એનર્જી અને નેટ ઝીરો ત્રણેય લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ‘‘ગુજરાત- ધ ગ્રીન હાઈડ્રોજન ડેસ્ટીનેશન ઓફ ગુજરાત સેમિનાર’’ ( Gujarat- The Green Hydrogen Destination of Gujarat) સેમિનાર દ્વારા નવી ટેકનોલોજી, પોલિસી ફ્રેમિંગ માટેનાં સૂચનો રાજ્ય માટે ઉપયોગી થશે અને ગુજરાતને ભારતની ઊર્જા સમૃદ્ધિનું દ્વાર બનવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સેમિનારમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશના સૌથી લાંબા દરિયા કિનારા સાથે જળમાર્ગ, ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, ગુજરાત સરકારની નીતિ વિષયક સક્રિયતા, સંતુલિત નેતૃત્વ સાથે ઉદ્યોગોને જરૂરી સવલતો પૂરી પાડવાના કમીટમેન્ટ સહિતની બાબતો ગુજરાતને અન્યથી એક વિશેષ સ્થાન અપાવે છે. રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં ગુજરાત અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવતું રાજ્ય બન્યું છે. ગુજરાત આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં, પરંતુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન રીન્યુએબલ એનર્જી તરીકે ઊભરી આવ્યું છે. વાઈબ્રન્ટ સમિટની ૧૦મી કડીમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે અત્યાર સુધીના મહત્તમ MOU અને એગ્રીમેન્ટ સાઈન થયા છે, જે ગુજરાત માટે ગર્વની વાત છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Nashik Visit : પીએમ મોદીએ નાસિકના રામકુંડમાં કરી પૂજા-અર્ચના, લીધો આ સંકલ્પ.. જુઓ વિડીયો

નીતિ આયોગના સભ્ય શ્રી વી. કે. સારસ્વતે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ કરવામાં આવેલા મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનુ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગ્રીન હાઇડ્રોજન હબ.

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના સચિવ શ્રી ભૂપેન્દ્રસિંઘ ભલ્લાએ ગુજરાત સરકારની રીન્યુએબલ એનર્જી ક્ષેત્રને વિકસાવવાની સક્રિયતાને બિરદાવતા કહ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત દેશમાં એક રોલ મોડલ તરીકે ઉભરી રહ્યું છે.

ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રી મમતા વર્માએ ગુજરાતના ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન પોટેન્શિયલ અંગે વિગતવાર વાત કરી હતી. સાથે જ તેમણે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન માટે વિકસી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે માહિતી આપી સૌને ગુજરાતમાં રોકાણ માટે આવકાર્યા હતા.

એનર્જી એશિયન ડેવલપમેન્ટ બેન્કના સીનિયર ડિરેક્ટર શ્રી પ્રિયંથા વિજયતુંગાએ ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન ઇકો સીસ્ટમને વિકસાવવામાં એશિયન ડેવલપમેન્ટ બેંક ગુજરાતને કઈ રીતે મદદરૂપ થઇ રહી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

નોર્વેના ગ્રીન હાઇડ્રોજન ઓર્ગેનાઈઝેશનના ગ્રીન હાઇડ્રોજન ડેવલપમેન્ટ પ્લાનના અધ્યક્ષ શ્રી એરિક સોલ્હેમે ગુજરાત પાસે ભારતનું ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન હબ બનવાની ક્ષમતા હોવાના વિવિધ પાસાઓ અંગે સવિશેષ માહિતી આપી હતી.

સેમિનારના પ્રારંભમાં ગુજરાત પાવર કોર્પોરેશનના એમ.ડી. શ્રી અરુણ મહેશ બાબુએ સેમિનારના મહત્વ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જ્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.ના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરેએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરી ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે નવા આયામો સર કરશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ તકે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યુનિ. ઓફ કેલિફોર્નીયા, બર્કલે અને ગુજરાત સરકાર, જીએસપીસી અને ગિફટ સીટી, એનટીપીસી અને જીએસપીસી તેમજ જીએસપીસી અને જીપીસીએલ વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.

સેમિનારમાં યોજાયેલા પેનલ ડિસ્કશન સેશનમાં વિષય નિષ્ણાંતો દ્વારા ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, તેની વેલ્યુ ચેઇન, આર્થિક તકો અને ઊર્જા સંક્રમણ માટે ઉભરતી ટેક્નોલોજી જેવા અગત્યના મુદ્દાઓ પર ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનમાં નોર્વેના ગ્રીનસ્ટાટ હાઇડ્રોજનના ચેરમેન શ્રી સ્ટર્લી પેડરશન, બ્યૂરો ઓફ એનર્જી એફિસીયન્સીના ડાયરેક્ટર શ્રી અભય બકરે, અદાણી ગ્રુપના ગ્રીન હાઈડ્રોજનના CEO શ્રી રજત સકસેરિયા સહિતના વિષય તજજ્ઞો પેનલ ડિસ્કશનમાં સહભાગી થયા હતા.

આ સમાચાર પણ વાંચો :  National Youth Day 2024 : સુરતના યુવાઓને રોજગારી થકી આત્મનિર્ભરતા પ્રદાન કરતી રોજગાર અને તાલીમ નિયામકની કચેરી-સુરત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More