Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના વિવાદમાં હવે અમિત શાહની એન્ટ્રી, શિવસેનાનું ટેન્શન વધી ગયું, ભાજપનો સામનો કરવા શિવસેના લાવી આ નેતાને આગળ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ રાજકીય વાતાવરણ બરોબરનું તપેલું છે. આ પ્રકરણની નોંધ હવે દિલ્હી સ્તરે પણ લેવામાં આવી છે. હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ પૂરા પ્રકરણમાં એન્ટ્રી કરી છે. તેમણે નારાયણ રાણેને ફોન કરીને પૂરા પ્રકરણ બાબતે વિસ્તૃત માહિતી મેળવી છે. એને કારણે શિવસેનામાં હડકંપ મચી ગયો છે. શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉત તાત્કાલિક ધોરણે ભુવનેશ્વરથી મુંબઈ દોડી આવ્યા હોવાનું માનવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની આ  હોસ્પિટલમાં કરાયા દાખલ ; જાણો વિગતે

નારાયણ રાણેની ધરપકડને ભાજપે રાષ્ટ્રીય  મુદ્દો બનાવી નાખ્યો છે, પરંતુ હજી સુધી એના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કોઈ પ્રતિક્રિયા આપી  નહોતી. જોકે હવે અમિત શાહે રાણેની ધરપકડને લઈને પૂરી માહિતી મેળવી છે. એથી શિવસેનાની સાહજિક રીતે ચિંતા વધી ગઈ છે. શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે માટે નારાયણ રાણેએ ઉચ્ચારેલા અપશબ્દોના પ્રકરણને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી નાખ્યો હતો. એથી હવે ભાજપે પણ આ પૂરા પ્રકરણને પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે અને ભાજપે રાણેને સમર્થન આપ્યું છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version