Site icon

Shri Amit Shah:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખના નવી દિલ્હીમાં BPR&Dના 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આપશે હાજરી

Shri Amit Shah:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બુધવાર (28 ઓગસ્ટ, 2024)ના રોજ નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ

Union Home Minister and Cooperation Minister Shri Amit Shah will attend the 54th Foundation Day celebrations

Union Home Minister and Cooperation Minister Shri Amit Shah will attend the 54th Foundation Day celebrations

 News Continuous Bureau | Mumbai 

Shri Amit Shah:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બુધવાર (28 ઓગસ્ટ, 2024)ના રોજ નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D)ના 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે ગૃહમંત્રી “નવો ફોજદારી કાયદો – નાગરિક કેન્દ્રિત સુધારા” પર ડૉ. આનંદ સ્વરૂપ ગુપ્તા સ્મારક વ્યાખ્યાન આપશે. શ્રી અમિત શાહ વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રપતિ મેડલ ફોર ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ (PSM) અને રાષ્ટ્રપતિ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ (MSM) મેળવનારાઓનું પણ સન્માન કરશે. સમારંભ દરમિયાન ગૃહ મંત્રી નવા ફોજદારી કાયદાઓ પર બ્યુરોના પ્રકાશન “ભારતીય પોલીસ જર્નલ”ના વિશેષ આવૃત્તિનું વિમોચન પણ કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Narendra Modi:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી ટેલિફોનિક વાત; આ મુદ્દાઓ પર વિસ્તૃત અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, BPR&D ભારતીય પોલીસ દળોને જરૂરી બૌદ્ધિક ભૌતિક અને સંસ્થાકીય સંસાધનો સજ્જ કરીને પોલીસિંગ તેમજ આંતરિક સુરક્ષાના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવા માટે સ્માર્ટ દળોમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

વર્ષ 1970માં પોતાની સ્થાપના બાદથી BPR&D સંશોધન અને વિકાસમાં પોલીસિંગમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય પોલીસની થિંક ટેન્ક તરીકે સેવા આપી રહ્યું છે. સંસ્થાનું ફોકસ પોલીસ અને સુધારાત્મક સેવાઓ માટેની નીતિઓ અને પ્રક્રિયાઓ વિકસાવવા, નાગરિકોને સેવા આપવા માટે ઉન્નત સેવા પ્રદાન કરવા માટેની અખબાર તકનીકોની શોધ, કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતા નિર્માણ, રાજ્યો અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓ વચ્ચે સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવાનો છે.

ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs)ના મહાનિર્દેશક, કેન્દ્રીય પોલીસ સંગઠનોના વડાઓ તેમજ ગૃહ મંત્રાલય અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version