Site icon

Mansukh Mandaviya: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે, આ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી..

Mansukh Mandaviya: 17 અને 18 ઓગષ્ટનાં રોજ પોતાના લોકસભા ક્ષેત્ર ગોંડલ, જેતપુર અને પોરબંદર ખાતે બજેટ 2024-25 પર પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કરશે. અમરેલી, ઉપલેટા અને રાણાવાવ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

Union Minister Dr. Mansukh Mandaviya will attend these various programs during his tour of Gujarat.

Union Minister Dr. Mansukh Mandaviya will attend these various programs during his tour of Gujarat.

News Continuous Bureau | Mumbai

Mansukh Mandaviya: પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૭ અને ૧૮ ઓગષ્ટના રોજ પોરબંદર લોકસભા ( Porbandar Lok Sabha ) વિસ્તારની મુલાકાતે આવનાર છે.  

Join Our WhatsApp Community

આ મુલાકાત દરમિયાન તા. 17 ઓગષ્ટના રોજ ગોંડલ તથા જેતપુર ખાતે કેન્દ્રીય બજેટ ( Union Budget ) પર પ્રબુદ્ધ નાગરિકો તથા ઉધોગપતિઓ સાથે પરિસંવાદ કરશે.

ત્યારબાદ તેઓ અમરેલી ખાતે ખજૂરી, કુકાવાવ મુકામે આયોજિત ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત 1000 વૃક્ષારોપણ સમારોહમાં હાજરી આપી તરવડા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જીવન વિકાસ શિબિરમાં હાજરી આપશે.

તા. 18 ઓગષ્ટના રોજ સવારે 9 વાગ્યે ઉપલેટા ગુરુનાનક મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી ( BJP ) દ્વારા આયોજિત સર્વરોગ નિદાન શિબિરનું દીપ પ્રાગટ્ય કરી શરુઆત કરશે.

આ સમાચાર પણ વાંચો :  Post Office Rakhi: વિદેશોમાં પણ રાખડીનો ક્રેઝ, બહેનો પોસ્ટ ઓફિસથી આ દેશોમાં મોકલી રહી છે ભાઈઓને રાખડીઓ..

સવારે 11 વાગ્યે રાણાવાવ ખાતે માલધારી નેસ નિવાસી માલધારીઓની મુલાકાત લેશે.

પોરબંદર ખાતે બપોરે 2 વાગ્યે રાજપૂત સમાજની વાડી ખાતે પોરબંદરના પ્રબુદ્ધ નાગરીકો સાથે પરિસંવાદ કરશે. ત્યારબાદ ભોદ, રાણાવાવ ખાતે ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version