News Continuous Bureau | Mumbai
Mansukh Mandaviya Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકા શહેરના લોકોની જનસુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.149.83 કરોડના 11 કામોનું ખાતમુર્હૂત તેમજ રૂ.2 કરોડના એક કામનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા તેમજ નીમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
તેમણે કેન્દ્રીયમંત્રી ( Mansukh Mandaviya ) સર. ટી.હોસ્પિટલમાં તાજેતરમાં કાર્યરત થયેલી સુપર સ્પેશ્યાલીટી તેમજ ભાવનગર ખાતેના રાજ્યના પ્રથમ ગ્રેઇન એટીએમની ( Grain ATM ) મુલાકાત પણ લીધી હતી.
ભાવનગર મહાનગરપાલિકા ( Mansukh Mandaviya Bhavnagar ) દ્વારા આજે શહેરના સરદારનગર ખાતેના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.149.83 કરોડના 11 કામોના ખાતમુર્હૂત તેમજ રૂ.2 કરોડના એક કામના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઇ માંડવિયા તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમૂબેન બાંભણીયાનાં ( Nimuben Bambhaniya ) હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા એ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં થયેલા રૂ. 150 કરોડનાં કામનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોથી શહેરની સુંદરતા અને લોકોની સુખાકારીમાં વધારો થશે. સમયની સાથે બદલાવ એ પ્રગતિની જનની હોય છે. ડબલ એન્જીનની સરકારમાં રાજ્યનો ભરપૂર વિકાસ થઈ રહ્યો છે. બે માધ્યમથી વિકાસના દ્વાર ખોલી શકાય જેમાં સમુદ્ર તટ પર બંદરનો વિકાસ અને કોસ્ટલ હાઇવેના નિર્માણથી કનેક્ટિવિટી વધશે અને ઔદ્યોગિક વસાહતો પણ વધશે.
आज भावनगर सासंद और केन्द्रीय मंत्री श्रीमती @Nimu_Bambhania जी की उपस्थिति में भावनगर म्युनिसिपल कोर्पोरेशन के अंतर्गत क्षेत्रवासियों की सुविधाओं हेतु 151 करोड़ से अधिक की लागत वाले विभिन्न विकास कार्यों का शिलान्यास एवं खातमुहूर्त किया। pic.twitter.com/J2A9LumCm0
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 15, 2024
જ્યારે આ અવસરે રાજ્યમંત્રી નિમુબેનને કહ્યું હતું કે, મનસુખભાઇ જ્યારે રોડ, શિપિંગ અને આરોગ્યમંત્રી હતા ત્યારે ભાવનગરને વિકાસના કામોની અનેક ભેટ મળેલી છે. જેમાં નવા ધોરી માર્ગો, સાગરમાલા પ્રોજેકટ હેઠળ ભાવનગર સોમનાથ ફોર લેન હાઇવે, અલંગ ડેવલપમેન્ટ તેમજ રો રો ફેરી સર્વિસ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સહિતના ઉદ્યોગો અહીં વિકસ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Allu arjun: થિયેટર ની બહાર થયેલી નાસભાગ માં ઘાયલ થયેલા બાળક ને લઈને અલ્લુ અર્જુન એ વ્યક્ત કરી ચિંતા,ઈમોશનલ નોટ શેર કરી કહી આવી વાત
देश का सर्वप्रथम स्वदेशी अन्नपूर्ति अनाज एटीएम, जिसमें कोई भी राशन कार्ड धारक अपनी जानकारी दर्ज कर राशन प्राप्त कर सकता है, इसे भावनगर में लगाया गया है।
प्रधानमंत्री श्री @NarendraModi जी के नेतृत्व में तकनीक के माध्यम से पारदर्शी व्यवस्था को बढ़ावा दिया जा रहा है, जो विकसित… pic.twitter.com/sad5TsAFUw
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 15, 2024
સમગ્ર રાજ્યના 1600 કિમી લાંબા દરિયાકિનારા પર 25 વર્ષમાં 49 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર તૈયાર થયા છે. રાજ્યના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થાય છે. ત્યારે ભાવનગરમાં આગામી સમયમાં એશિયાનો સૌથી મોટો સીએનજી ટર્મિનલ તૈયાર થઈ રહ્યો છે. જે આવનારા સમયમાં ભાવનગરના વિકાસમાં વધારો કરશે. સાથે ભાવનગર હવે કન્ટેનર હબ બની રહ્યું છે. દેશમાં વર્ષે 3 લાખ કરતા વધુ કન્ટેનરની જરૂર પડે છે. જેમાં ચીન દુનિયાના 95 ટકા કન્ટેનરનું ઉત્પાદન કરતું હોય ત્યારે હવે મેઈડ ઇન ઇન્ડિયા અને મેઈડ ઇન ભાવનગરના કન્ટેનર બની રહ્યા છે. 10000 કન્ટેનર બની ચુક્યા છે, નવા 3000 કન્ટેનરનો ઓર્ડર આવી ચુક્યો છે અને બીજી કન્ટેનર બનાવતી કંપની પણ હવે ભાવનગરમાં આવી રહી છે. ઉપરાંત ધોલેરા સર અને ભાવનગર વચ્ચે પણ અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાય તેવી સંભાવના રહેલી છે.
તેમણે ખાસ કહ્યું કે હું ભલે પોરબંદરથી ચૂંટણી લડ્યો જે એક વ્યવસ્થાનો ભાગ છે. પરંતુ ભાવનગર મારુ વતન છે અને વિકાસમાં સંપૂર્ણ રીતે સાથે મળીને વિકાસ કરીશું. ભાવનગરની કાયાકલ્પ કરીશું.
ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને નિમુબેન સર.ટી.હોસ્પિટલ ( Sir T. Hospital ) ખાતે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ અને ભાવનગર ખાતે રાજ્યનાં પ્રથમ ગ્રેઈન એટીએમની મુલાકાત લીધી હતી
આ સમાચાર પણ વાંચો : Farmer protest : ખેડૂતો ફરી આકરા પાણીએ.. આજે પંજાબમાં નહીં, દેશભરમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ, આ તારીખે પંજાબમાં ટ્રેનોને સંપૂર્ણ રીતે બ્લોક કરાશે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)