News Continuous Bureau | Mumbai
Mansukh Mandaviya Nagaland: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર પ્રધાન ડો.મનસુખ માંડવિયા રાજ્યની બે દિવસની મુલાકાતે નાગાલેન્ડ પહોંચ્યા હતા.
દીમાપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ કૌશલ્ય વિકાસ, રોજગાર અને આબકારી તથા યુવા રિસોર્યુસીસ એન્ડ સ્પોર્ટ્સના ધારાસભ્ય અને સલાહકાર મોઆતોશી લોંગકુમરે તેમનું સ્વાગત કર્યું હતું.
બાદમાં ડો.માંડવિયા ( Mansukh Mandaviya ) હેલિકોપ્ટર પર રાજ્યની રાજધાની કોહિમા ગયા હતા જ્યાં તેમણે કોહિમા રાજભવનમાં નાગાલેન્ડના રાજ્યપાલ લા ગણેશન સાથે મુલાકાત કરી હતી.
ત્યારબાદ કોહિમાના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ( Mansukh Mandaviya Nagaland ) શ્રમ અને રોજગાર વિભાગ અને યુવા સંસાધન અને રમતગમત વિભાગના અધિકારીઓને સંબોધિત કરતા ડો.માંડવિયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં રમતો અને રમતગમતના ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે.
A beautiful city with a rich culture and vibrant heritage.
Thank you for the warm welcome!
📍Kohima, Nagaland pic.twitter.com/2edWQxGt95
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 7, 2024
તેમણે કહ્યું હતું કે, અગાઉનાં સમયની સરખામણીમાં, જ્યાં સરકારોએ રમતગમત પર બહુ ઓછું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, વર્તમાન શાસન દરેક સ્તરે રમતો અને રમતગમતને વિકસાવવા પ્રયાસરત છે તથા એ સુનિશ્ચિત કરે છે કે તેનો લાભ દેશનાં દરેક નાગરિક સુધી પહોંચે.
કેન્દ્રીય મંત્રીએ ખેલો ઇન્ડિયા યોજના, ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટોપ્સ), કીર્તિ પ્રોજેક્ટ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ રિપોઝિટરી સિસ્ટમ (એનએસઆરએસ) વગેરે સહિત મોદી સરકારની વિવિધ રમતગમત વિકાસ યોજનાઓના ઉદાહરણો પણ ટાંક્યા હતા.
હોર્નબિલ ફેસ્ટિવલની આ વર્ષની આવૃત્તિમાં તેમને આમંત્રણ આપવા બદલ નાગાલેન્ડની સરકારનો આભાર વ્યક્ત કરતા ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતનું સાચું નિરૂપણ છે.
આ સમાચાર પણ વાંચો: Kendriya Vidyalaya Surat: સુરતના કેન્દ્રીય વિદ્યાલય- ONGCમાં ‘ફિટ ઈન્ડિયા’ અંતર્ગત વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી, વિદ્યાર્થીઓ માટે યોજાઈ આ રસપ્રદ રમતગમત સ્પર્ધાઓ..
આ કાર્યક્રમમાં નાગાલેન્ડના મુખ્યમંત્રીના સલાહકાર અબુ મેથા અને નાગાલેન્ડ ઓલિમ્પિક્સ એસોસિએશનના મહાસચિવ અબુ મેથા અને નાગાલેન્ડ સરકારના યુવા સંસાધન અને રમતગમત વિભાગના સલાહકાર એસ કેઓશુ યિમખિઉંગ પણ ઉપસ્થિત રહ્યા હતા.
On my visit to Nagaland, met and greeted the Hon’ble Governor Shri La Ganesan at Raj Bhavan in Kohima. pic.twitter.com/0Z8dy8nKbD
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 7, 2024
ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પહોંચ્યા બાદ માંડવિયાએ “એક પેડ મા કે નામ” અભિયાનના ભાગરૂપે સ્ટેડિયમ સંકુલની અંદર MY Bharat યુથ વોલિન્ટિયર્સના સ્વયંસેવકો સાથે રોપાઓનું પણ વાવેતર કર્યું હતું.
મુલાકાતી મંત્રી હોર્નબિલ ફેસ્ટિવલમાં ( Hornbill Festival ) ભાગ લેશે અને કોમનવેલ્થ વોર સેમેટરી સહિત કોહિમામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નોની મુલાકાત લેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)