Site icon

CCI: કપાસની ખરીદી માટે CCI કેન્દ્રનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા

CCI: ધોળા ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કર્યો

Union Minister Smt. Nimuben Bambhania inaugurates CCI center for cotton procurement

Union Minister Smt. Nimuben Bambhania inaugurates CCI center for cotton procurement

News Continuous Bureau | Mumbai

  • આ કેન્દ્રથી 34 હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે

CCI: ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલા માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ખેડૂતો સાથે મંત્રીશ્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Join Our WhatsApp Community

કેન્દ્રનાં ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સમૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલા આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર-આંગણે કપાસ વેચી શકશે .ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ સમાચાર પણ વાંચો  :  Mansukh Mandaviya: યુવા નેતાઓ તૈયાર કરવા આવી શિબીર મહત્વની છેઃ કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા

તેમણે વધુમાં અહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI-ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રીશ્રી ગિરિરાજસિંઘજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” ના મંત્રને સાકાર કરી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે ગઢડાનાં ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડીયા, શ્રી પેથાભાઈ આહીર, શ્રી પ્રતાપભાઈ આહીર તથા ઉમરાળા તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version