ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 માર્ચ 2021
પ્રેમ આંધળો હોય છે.પરંતુ ક્યારેક તે ગાંડપણ મા ફેરવાઈ જાય છે.આવા જ એક ગાંડપણ ના દર્શન મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયા છે.જ્યાં એક યુવકે પોતાની પ્રેમિકા સુધી પ્રેમ નો સંદેશો પહોંચાડવા ગામના મુખ્ય રસ્તા પર અઢી કિલોમીટરના સુધી I love you, I miss you લખ્યું. મહારાષ્ટ્ર કોલ્હાપુર જિલ્લાના ઘરણગુત્તી ગામના એક યુવકે આવી રીતે પ્રેમનું પ્રદર્શન કર્યું હતું.
રસ્તા પર લખેલા આ પ્રેમ સંદેશા ની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ત્યાંના સ્થાનિક પ્રશાસને પોતાના કર્મચારી દ્વારા એ સંદેશા પર પીંછી ફેરાવી દીધી. ગામ પંચાયતના એક સભ્યએ જણાવ્યું કે લખનાર યુવકની શોધ શરૂ કરી દીધી છે.
પ્રેમીઓ પોતાના પ્રેમને પ્રદર્શિત કરવા માટે ગમે તે હદ સુધી જતા હોય છે, આ તેનું એક ઉદાહરણ છે.