ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મહારાષ્ટ્રમાં છેલ્લા અનેક દિવસથી વિચિત્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદ, માવઠું, ધુમ્મસ, કાતીલ ઠંડી જેવા વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે અલિબાગના પ્રસિદ્ધ સફેદ કાંદાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
અલીબાગના સફેદ કાંદા પૂરી દુનિયામાં વખણાય છે. પરંતુ કાંદાને પાકને આવા વિચિત્ર વાતાવરણને કારણે ભારે નુકસાન થયું છે. કાંદાના મૂળિયા ભીની જમીનને કારણે ફૂગ આવીને સડવા માંડયા છે. હવામાનમાં થયેલા ફેરફાર ને કારણે સફેદ કાંદાના ઉત્પાદનને મોટો ફટકો પડયો છે. છેલ્લા બે વર્ષથી સતત બદલાયેલા વાતાવરણને કારણે કાંદાનું ઉત્પાદન કરનારા ખેડૂતોની સમસ્યા વધી ગઈ છે.
હેં!! આ શહેરનો નગરસેવક જ નીકળ્યો ચંદન તસ્કર, હવે પોલીસે નોંધ્યો ગુનો; જાણો વિગત
સફેદ કાંદા ખાવામાં ગુણકારી અને અનેક ઔષધી ગુણ ધરાવે છે. તેથી બજારમાં તેની ભારે ડીમાન્ડ હોય છે. અલીબાગના નહેલુ, વાડગાંવ, સાગાવ, તળવલી, કાર્લે, ખંડાળે વિસ્તારમાં મોટા પ્રમાણમાં સફેદ કાંદાની ખેતી થાય છે. લગભગ અઢી હજાર હેકટર પર સફેદ કાંદાનું વાવેતર થાય છે.