ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ઉત્તર પ્રદેશની ઝાંખીને શ્રેષ્ઠ રાજ્યની ઝાંખી તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રની ઝાંખીએ લોકપ્રિય પસંદગીની શ્રેણી જીતી છે.
ભારતીય નૌકાદળને સેવાઓમાં શ્રેષ્ઠ માર્ચિંગ ફોર્સ તરીકે પસંદ કરવામાં આવી છે.
આ સાથે જ ભારતીય વાયુસેનાએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં જીત મેળવી છે.
CISFને સર્વશ્રેષ્ઠ માર્ચિંગ ટીમ તરીકે પસંદ કરવામાં આવી છે.
આ ઉપરાંત શિક્ષણ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
