ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020
ઉત્તર પ્રદેશની યોગી સરકાર રામનગરી અયોધ્યાના કાયાકલ્પ માટે સતત નવા પગલા લઈ રહી છે. અયોધ્યાને વધુ ભવ્ય દેખાવ આપવા માટે, આસપાસ ના વધુ 343 ગામોને અયોધ્યામાં શામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં કુલ 343 ગામોને શામેલ કરવાનો નિર્ણય લીધો છે. આ ગામોમાં જોડાયા પછી, વિકાસ સત્તામંડળનો વિસ્તાર 872.81 ચોરસ કિલોમીટર થશે. કેબિનેટે હાઉસિંગ અને અર્બન પ્લાનિંગ વિભાગને પણ મંજૂરી આપી દીધી છે.
અયોધ્યામાં રામ જન્મસ્થળ પર શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. દુનિયાભરમાંથી આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને સરકાર નવી અયોધ્યા નગરી બનાવી રહી છે. અયોધ્યાના 154, ગોંડાના 63 અને બસ્તીના 126 ગામોને અયોધ્યા વિકાસ ક્ષેત્રમાં શામેલ કરવામાં આવ્યા છે. 2011 ની વસ્તી ગણતરીના આધારે અહીંની વસ્તી 8,73,373 છે.
ધાર્મિક અને પુરાતત્ત્વીય દૃષ્ટિકોણથી આ શહેરને આધુનિક રીતે વિકસાવવા માટે સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે. અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યા વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે તેમજ રામ મંદિર નિર્માણ બાદ તેમની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે. ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને જ સરકારે શહેરના વિસ્તરણ માટેની રૂપરેખા તૈયાર કરી છે. આમ કહી શકાયકે 400 થી વધુ વર્ષ સુધી જેની રાહ જોવાતી હતી તે શ્રીરામ ભગવાનનું મંદિર ભવ્યાતિભવ્ય બનાવવા ઉત્તરપ્રદેશ ની સરકાર તમામ સફળ પ્રયત્નો કરી રહી છે.